CGW 2022, Day 11 Schedule: કોમનવેલ્થ ગેમ્સનો આજે અંતિમ દિવસ, હોકી, બેડમિન્ટન સહિત આ રમતમાં મળી શકે છે મેડલ
CWG Schedule: સોમવારે ભારત પાસે કુલ 6 ગોલ્ડ મેડલ જીતવાની તક છે. બેડમિન્ટનમાં ભારત 2 ગોલ્ડ મેળવી શકે છે. વિમેન્સ સિંગલ્સમાં પીવી સિંધુ અને મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન.
CWG 2022, Schedule: કોમનવેલ્થ ગેમ્સ 2022નો છેલ્લો દિવસ ભારત માટે ઐતિહાસિક બની શકે છે. ભારતીય હોકી ટીમ (પુરુષ) પ્રથમ વખત CWGમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી શકે છે. સોમવારે ભારત પાસે કુલ 6 ગોલ્ડ મેડલ જીતવાની તક છે. બેડમિન્ટનમાં ભારત 2 ગોલ્ડ મેળવી શકે છે. વિમેન્સ સિંગલ્સમાં પીવી સિંધુ અને મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન.
ભારત અત્યારે મેડલ ટેલીમાં પાંચમા સ્થાને છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં કુલ 18 ગોલ્ડ મેડલ જીત્યા છે. મેડલની કુલ સંખ્યા 55 છે. ટેબલ ટેનિસમાં પણ છેલ્લા દિવસે મેડલ નિશ્ચિત છે. મેન્સ સિંગલ્સમાં અચંતા શરથ કમલ ગોલ્ડ તરફથી રમશે. જી સાથિયાન પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. ભારતીય ટીમનું આજનું સંપૂર્ણ શેડ્યૂલ આ પ્રકારનું છે. હોકીમાં જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો ગોલ્ડ જીતીને ઈતિહાસ રચશે. મહિલા હોકી ટીમે રવિવારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
બેડમિન્ટન
- મહિલા સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ (પીવી સિંધુ): બપોરે 1:20 કલાકે
- મેન્સ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ (લક્ષ્ય સેન) બપોરે 2:10 વાગ્યે
- મેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ મેચ (સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી) બપોરે 3 વાગ્યાથી
હોકી
ભારત વિ ઓસ્ટ્રેલિયા મેન્સ હોકી ફાઇનલ (PM 5 વાગ્યા પછી)
ટેબલ ટેનિસ
- મેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ મેચ: જી સાથિયાન બપોરે 3:35 કલાકે
- મેન્સ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ: અચંતા શરથ કમલ સાંજે 4:25 વાગ્યે
CWG 2022, Day 11: India eyes more gold medals on concluding day; men's hockey, badminton, TT finals today
— ANI Digital (@ani_digital) August 8, 2022
Read @ANI Story | https://t.co/7NmgWB8VjG#CommonwealthGames #IndiaatCommonwealthGames #CWG2022 pic.twitter.com/tMfyLvsceX
ભારતના મેડલ વિજેતાઓ
18 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, મહિલા લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન, ભાવિના (પીપી) ) , નીતુ ઘંઘાસ , અમિત પંખાલ , અલ્ધૌસ પોલ , નિખત ઝરીન , શરથ કમલ-શ્રીજા અકુલા
15 સિલ્વર: સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લૉન બોલ ટીમ, અબ્દુલ્લા અબોબકર, શરત અને સાથિયાન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, સાગર
22 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટોક્સ ટીમ , સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ ઘોષાલ-દીપિકા, કિદાંબી શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી