શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે સુરતના બિલ્ડરની અનોખી પહેલઃ વગર ભાડે 42 ફ્લેટ લાચાર પરિવારોને રહેવા આપ્યા

કોરોનાને કારણે વતન જવા માંગતા પરિવારોને અટકાવી 90 ફ્લેટનું વેચાણ મુલતવી રાખ્યું છે. માત્ર 1500 રુપિયા મેઇન્ટેનન્સ વસૂલાશે અને 2 વર્ષ સુધી લોકો રહી શકશે.

સુરતઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સુરતમાં બિલ્ડર પ્રકાશ ભાલાણીએ અનોખી પહેલ કરી છે. સુરતમાં બિલ્ડરે 42 ફ્લેટ માત્ર મેન્ટેનન્સ લઈ વગર ભાડે રહેવા આપ્યા છે. કોરોનાને કારણે વતન જવા માંગતા પરિવારોને અટકાવી 90 ફ્લેટનું વેચાણ મુલતવી રાખ્યું છે. માત્ર 1500 રુપિયા મેઇન્ટેનન્સ વસૂલાશે અને 2 વર્ષ સુધી લોકો રહી શકશે. મોટા વરાછા-વેલંજા રોડનાં તળાવ કાંઠે સાકારિત રૂદ્રાક્ષ લેક પેલેસના પાંચ વિંગમાં બનેલાં કુલ 90 ફ્લેટ્સ લાચાર પરિવારોને ટેમ્પરરી રહેવા આપવાનો નિર્ણય લીધો છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીથી તૂટેલી આર્થિક કમર નાના પરિવારના મોભીઓને આપઘાત કરવા તરફ દોરી જતી હતી. એક પરિવાર થોડા દિવસો પહેલા મોટા વરાછા નજીક વેલંજા ખાતેની એક પ્રોજેક્ટ સાઈટ ઉપર આવ્યો હતો. પરિવારના મોભીએ બિલ્ડરને પૂછ્યું કે, સાહેબ અમે વતન જવા માગીએ છીએ. અમારી પાસે ઘરવખરીનો સામાન રાખવા માટે મકાન નથી. તમારા ફ્લેટ ખાલી પડ્યા છે, શું થોડા મહિનાઓ માટે અમારો સામાન તમારા ફ્લેટમાં મુકવા દેશો? કોરોનાના કહેર વચ્ચે સુરતના બિલ્ડરની અનોખી પહેલઃ વગર ભાડે 42 ફ્લેટ લાચાર પરિવારોને રહેવા આપ્યા આ વ્યક્તિની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. બિલ્ડરને લાગ્યું કે જો આ વ્યક્તિને હું હમણાં મદદ નહીં કરું તું તે કંઈક અજુગતું કરી બેસી શકે છે. બિલ્ડરે તરત જ પોતાના અન્ય પાંચ ભાગીદારોને મનાવ્યા અને નક્કી કર્યું કે તેમની 90 ફ્લેટની તૈયાર સાઈટ ફક્ત મેઇન્ટેનન્સ લઈને વિના ભાડે એકથી બે વર્ષ સુધી જરૂરિયાત મંદ લોકો ને આપી દેશે. અત્યાર સુધી 42 ફ્લેટમાં લોકો રહેવા લાગી ગયા છે.વરાછાના પ્રકાશ ભાલાણીએ ફ્લેટ રહેવા આપ્યા છે. મુળ અમરેલી જિલ્લાના અને વરાછામાં વિનામૂલ્યે ટિફિન સેવા પણ આપે છે. વરાછાના પ્રકાશ ભાલાણી તેમજ અન્ય 5 ભાગીદારો સમક્ષ તેમનાં વતનનું એક પરિવાર મદદ માટે આવ્યું હતું. બજારની સ્થિતિએ મંદીના ખપ્પરમાં સપડાયેલાં પરિવારની લાચારીથી તેમની આંખો પહોળી રહી ગઇ હતી. તમામે વતનનું ઋણ ઉતારવાનું નક્કી કરી રત્નકલાકાર સહિત સૌરાષ્ટ્રવાસીઓની કફોડી સ્થિતિમાં કોઇ પણ રીતે મદદનો હાથ લંબાવવાનું નક્કી કર્યું. ભાડું નહીં માત્ર મેઇન્ટેનન્સ ચૂકવો. પરિવાર સદ્ધર ન થાય ત્યાં સુધી લાઇટ-પાણી, સફાઇ, સીસીટીવી અને ફ્રિ વાય-ફાય કનેક્શન માસિક મેઇન્ટેનન્સના જ 1500 રૂપિયા ઉપર જ વસવાટ કરવાની સુવિધા કરાઈ છે. ગણતરીના સમયમાં જ 42 પરિવારોએ તો ફ્લેટોમાં સામાન પણ ચઢાવી દીધો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget