Surat : 50 મુસાફરો સાથે બસ વરસાદી પાણીમાં ફસાઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
પાંચેક ફૂટ પાણીમાં બસ ફસાઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યાં હતાં. સુરતમાં રાત્રિ દરમિયાન આઠ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જેથી સણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઈ ગયુ હતું. ર
Surat : 50 મુસાફરો સાથે બસ વરસાદી પાણીમાં ફસાઇ, જુઓ વીડિયો સણિયા ગામમાં ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઈ હતી. ટ્રેક્ટરની મદદથી બસને બહાર કઢાતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. ગામ લોકોએ બસને ટ્રેકટર સાથે દોરડાથી બાંધીને બહાર કાઢી હતી.
પાંચેક ફૂટ પાણીમાં બસ ફસાઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યાં હતાં. સુરતમાં રાત્રિ દરમિયાન આઠ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જેથી સણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઈ ગયુ હતું. રસ્તા પર પાંચથી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતાં. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. દરમિયાન સણીયા હેમાદ ગામના રસ્તામાંથી પસાર થતી બસનું એન્જિન પાણીમાં બંધ થઈ ગયું હતું. જેથી બસમાં મુસાફરી કરી રહેલા 50 જેટલા પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. સણિયા ગામના પૂર્વ સરપંચ સંજય રામાનંદે બસ બહાર કઢાવી હતી.
દક્ષિણ ગુજરાતના કયા ગામમાં 7 ફૂટ પાણી ભરાયા? તસવીરોમાં જુઓ કેવા થયા હાલ?
સુરતઃ ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં વરસાદે ધુંઆધાર બેટિંગ કરી હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. સનિયા હેમાદ ગામમાં 7 ફૂટ પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે. કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે. ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફત સુરત આવે છે. ગયા વર્ષે સનિયા હેમાદ ગામ મહાનગર પાલિકા સમાવેશ થયું હતું.
બારડોલી : 8.08 ઇંચ, કામરેજ : 8.36 ઇંચ, પલસાણા : 8 ઇંચ, મહુવા : 6.48 ઇંચ, ચોર્યાસી : 1.25 ઇંચ, માંડવી : 2.68 ઇંચ, માંગરોળ : 2 ઇંચ, ઓલપાડ : 2.20 ઇંચ, ઉમરપાડા : 4 ઇંચ, સુરત શહેર : 5.84 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા. ઘરમાં ગુટણસમા પાણી ભરાયા હતા. રાત્રી સમય દરમિયાન ભારે વરસેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કુડસદની નવપરા કોલોની,હળપતિ વાસના ત્રણ ફળિયામાં ઘુટણસમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ફરી વળતાં ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું. ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.