શોધખોળ કરો

Surat : કોમ્પલેક્ષની પેરાફિટ ધરાશાયી થતાં 5 લોકો દટાયા, બેના મોત

સુરત : સુમુલ ડેરી રોડ પર કિરણ હોસ્પિટલની પાછળ આવેલ કોમ્પ્લેક્ષની પેરાફિટ ધરશાયી થતાં 5 લોકો દટાયા છે. ફાયર વિભાગે તમામ લોકોને બહાર કાઢી લીધા છે. બેની હાલત ગંભીર છે.

સુરત : શહેરના કતારગામમાં સુમુલ ડેરી રોડ પર કિરણ હોસ્પિટલની પાછળ આવેલ કોમ્પ્લેક્ષની પેરાફિટ ધરશાઈ થતાં 5 લોકો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. આ અંગે જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પેરાફિટનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઝરીવાલા કમ્પાઉન્ડમાં બીજા માળની પેરાફિટ ધરાશાયી થઈ છે. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સેકન્ડ ફ્લોરની પેરાફિટ ધરાશાયી થતાં આ ઘટના ઘટી હતી. બે લોકોની હાલત ગંભીર છે. ત્રણ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. 

સુરતના ઝરીવાળા કમ્પાઉન્ડમાં બનેલી દુર્ઘટનાની વાત કરીએ તો ટેરેસની છત તોડી નવો માળ બનાવવાના હતા. ટેરેસની ગેલેરી તોડતી વખતે દુર્ઘટના બની. પાર્કિંગમાં છતની આખી દીવાલ પડી, જેમાં નીચે 5 લોકો દબાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. અહીં મ્બ્રોઇડરી અને જ્વેલરી કારખાના આવ્યા છે. 60 લોકોને રેસ્ક્યુ કરાયા છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, બપોરે 12.30 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. પાંચેક લોકો છત નીચે દટાયા હતા. બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, તે મુર્છિત હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો પણ રેસ્ક્યૂમાં જોડાયા હતા. છત ધરાશાયી થતાં અફરા-તફરી મચી ગઈ હતી. જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. બહાર કાઢેલા લોકોને કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇમારતનો ભાગ જર્જરિત જાણવા મળ્યું છે. તેના રિપેરિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું હતું. 

ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા

GUJARAT : 18 માર્ચ ધુળેટીનો દિવસ ગુજરાત માટે દુર્ઘટનાનો દિવસ રહ્યો હતો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 16 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે.  દેવભૂમિ દ્વારકામાં 5, મહિસાગરમાં 4, વાપીમાં બે, ભરુચમાં બે, ભાવનગરમાં એક અને ખેડામાં 2 ડૂબ્યા છે. 

ભાણવડમાં પાંચ યુવાનોના ડૂબી જતા મોત 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કરુણાંતિકા સર્જાઈ છે. ભાણવડમાં ત્રિવેણી સંગમમાં નદીમાં નહાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. સ્થાનિક તરવૈયાઓએ તમામના મૃતદેહ બહાર કાઢ્યાં  છે. આ સમાચાર બહેતા થતા સમગ્ર ભાણવડ તેમજ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પાંચ યુવાનો ધુળેટી પર્વ પર નદીમાં નહાવા માટે ગયા હતા અને આ દરમિયાન નદીના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવ્યા દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ હોસ્પિટલ મોકલવામાં આવ્યાં  છે.

મહીસાગરમાં ત્રણ મામા અને એક ભાણીયાનું મોત 

એક બાજુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નદીમાં દુવિ જવાથી પાંચ યુવાનોના મોત થયાના સમાચાર તાજા છે ત્યાં બીજી બાજુ મહીસાગર નદીમાં ચાર યુવાનો ડૂબ્યાના સમાચાર મળી રહ્યાં છે. મહીસાગર નદીમાં કઠલાલના ચાર યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર છે. આ દુર્ઘટના વણાકબોરીમાં ધુળેટી પર્વ દરમિયાન યોજાયેલા મેળામાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચાર માંથી ત્રણ યુવાનો મામા અને એક યુવાન ભનાઇયો હોવાનું સામે આવ્યું છે. 

ખેડામાં બે બાળકો ડૂબ્યા 

ખેડા જિલ્લાના વસો તાલુકા ઝારોલ ગામેં બે બાળકોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ધુળેટી પર્વ પર ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ બન્ને બાળકોની ઉમર 14 અને 15 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં 15 વર્ષના બાળકનું નામ પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને 14 વર્ષના બાળકનું નામ સાગર અજીતભાઈ સોલંકી છે. મૃતક બાળકોના મૃતદેહની   પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

ભરુચમાં બે યુવાનો તણાયા

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો તણાયા હતા. બન્ને યુવાનના મૃતદેહોની શોધખોળ શરૂ કરાઈ છે. સુનીલ અને વિષ્ણું બંને યુવાનો નદીના પાણીમાં ગરકાવ. યુવાનોના પરિવારોના નદી ઉપર ધામા.

વાપીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત

વાપીના બે અલગ અલગ વિસ્તારમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નીપજ્યા છે. 

ભાવનગર યુવક ડૂબ્યો

પાલીતાણા તાલુકાના મેઢા ગામ નજીક આવેલ કેનાલમાં બપોર બાદ એક યુવાન ડૂબી ગયો. કેનાલમાં ન્હાવા પડેલ યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ થતા યુવક ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદ સાંજના સમયે શોધખોળ બાદ કેનાલમાં ડૂબેલ યુવકનો મૃતદેહ મળી આવતા પાલીતાણા હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડવામાં આવેલ છે. મૃતક યુવક પાલીતાણાના કંજરડા ગામનો હોવાનું જાણવા મળ્યું છે, પરિવારમાં માતમ છવાયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget