શોધખોળ કરો

Surat : કયા વિસ્તારમાં કોરોનાએ માથું ઉંચક્યું? બે દિવસમાં જ 9 કેસ આવતાં એપાર્ટમેન્ટને મારી દેવાયું સીલ

શહેરના  અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 

સુરત : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે, ત્યારે સુરતથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના  અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 

મેઘ મયુરમાં SMCના ગાર્ડ તૈનાત કરાયા છે. બહારથી કોઈ અંદર પ્રવેશે નહીં અને એપાર્ટમેન્ટની બહાર બીજા કોઈને જવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. રાંદેર ઝોનમાં પાલની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, જે મેઘ મયુર એપાર્ટમેન્ટને સીલ મારી દેવાયું છે, તેના એ અને બી વિંગમાં 72 ફ્લેટ છે. એ વીંગમાં આઠ અને બી વીંગમાં 1 કોરોનાનો કેસ નોંધાયા છે. સૌથી પહેલા એ વીંગમાં ચાર લોકોને કોરોના થયો હતો. જેઓ પાલનપુરમાં જૈન સંવત્સરી કાર્યક્રમમથી પરત આવ્યા હતા. તમામ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે.

ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા  17 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,587 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 5,24,249 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 145 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 141 નાગરિકો સ્ટેબલ છે. 8,15,587 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય.  સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડ 3, કચ્છ 1,  રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1  કોરોનાનો કેસ નોંધાયો છે.

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  43  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને  3818 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 69910 નાગરિકોને રસીનો પ્રથમ અને 74839  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 181572 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 194067 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,24,249 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,88,74,471  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,   બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન,    જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર,  તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget