શોધખોળ કરો
Advertisement
સુરતના આ પોશ વિસ્તારમાં એક જ મહિનામાં નવા 698 કેસથી ફફડાટ, રાંદેરમાં મહિનામાં 862 કેસ વધ્યા, જાણો વિગત
સુરતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, હવે નવા વિસ્તારો કોરોના હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યા છે.
સુરતઃ સુરતમાં હવે નવા વિસ્તારો કોરોના હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યા છે. આ વિસ્તારોમાં સુરતનો પોશ ગણાતો અઠવા ઝોન પણ આવી ગયો છે. આ ઉપરાંત રાંદરે ઝોનમાં પણ કૂદકે કે ભૂસકે કેસો વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સુરતના અઠવા ઝોનમાં 698 અને રાંદેર ઝોનમાં 862 કેસોનો વધારો થતાં આ બન્ને ઝોન કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે આ બન્ને વિસ્તારના રહીશોને તકેદારી રાખવાની સાથે જ આરોગ્યની કામગારી સધન બનાવી દીધી છે.
સુરત શહેરમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ લોકડાઉનમાં લિંબાયત ઝોનમાં કેસોનો ધરખમ વધારો થયો હતો. જો કે જેવુ અનલોક શરૂ થયું કે તરત જ લિંબાયત ઝોનના કેસોની સંખ્યા ઘટવાની સાથે જ નવા ઝોન કતારગામમાં કેસોની સંખ્યા વધવા માંડી છે. તેના કારણે આ ઝોન કોરોનાનું હોટસ્પોટ બન્યુ હતુ. આ બન્ને ઝોનમાં હાલમાં કોરોનાના કેસોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઇ રહ્યો છે. આ ઘટાડા સાથે જ નવા બે ઝોન હોટ સ્પોટ બનવા જઇ રહ્યા છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યુ હતુ કે હાલમાં નવા હોટસ્પોટ તરીકે રાંદેર અને અઠવા ઝોન બની રહ્યા છે. તેમણે માહિતી આપી કે, એક મહિના પહેલા અઠવા ઝોનમાં કોરોનાના કેસની સંખ્યા 174 હતી . અને એક મહિનામાં 698 કેસો વધીને આજે 872 કેસો થઇ ગયા છે. નમતલબ કે મહિનામાં જ પાંચ ગણ કેસો થઈ ગયા છે.
રાંદેર ઝોનમાં પણ એક મહિના પહેલા 252 કેસો જ હતા. એક મહિનામાં 862 વધીને હાલમાં 1113 કેસો થયા છે. આમ આ બંને વિસ્તારોમા કોરોનાને લઇને સાવચેતી રાખવાની સાથે જ આરોગ્ય લક્ષી કામગીરી વધુ સધન બનાવી દેવાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement