શોધખોળ કરો

સુરતમાં કોરોનાના કારણે એટલાં મોત કે 15 વર્ષથી બંધ બે સ્મશાન ફરી ચાલુ કરવાં પડ્યાં, પહેલો મૃતદેહ કોનો આવ્યો કે સૌ ધ્રુસકે ધ્રુસકે રડ્યાં ? 

શહેરના પાલ કૈલાશ મોક્ષધામમાં 14 વર્ષ પછી રવિવારે પહેલા અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોનાથી મૃત્યુ પામેલા 13 વર્ષના બાળકની શબસૈયા જોઇને વાતાવરણ ગમગીન બની ગયું હતું અને સૌ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

સુરતઃ ગુજરાતમાં કોરોના(Corona)ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના મોતના આંકડા સતત વધી રહ્યા છે. સુરત શહેરના સ્મશાનો (Surat Smashan)0માં અંતિમસંકાર માટે લાઇઇનો લાગી છે. સ્મશાનોમાં ખૂબ જ વેઇટિંગ શરૂ થતાં તંત્ર દ્વારા બે નવા સ્મશાન કાર્યરત કરવા પડ્યા છે. 

શહેરના પાલ કૈલાશ મોક્ષધામમાં 14 વર્ષ પછી રવિવારે પહેલા અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોનાથી મૃત્યુ પામેલા 13 વર્ષના બાળકની શબસૈયા જોઇને વાતાવરણ ગમગીન બની ગયું હતું અને સૌ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. બાળકને અગ્નિદાહ આપતા બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. રવિવારે આ સ્મશાનમાં 15 જેટલા કોવિડ મૃતદેહોના અંતિમસંસ્કાર થયા હતા. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં આજે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત  કોર્પોરેશનમાં 18,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1,  સાબરકાંઠા 1 અને સુરતમાં 1  મોત સાથે કુલ 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4855 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 1907,  સુરત કોર્પોરેશનમાં 1174, રાજકોટ  કોર્પોરેશનમાં 503, સુરત 295,  વડોદરા કોર્પોરેશનમાં 261, જામનગર કોર્પોરેશન 184, મહેસાણા 136,   વડોદરા 120,  જામનગર 112, પાટણ 97, બનાસકાંઠા 94, રાજકોટ 73, ભાવનગર કોર્પોરેશન 71,  નર્મદા 61, ગાંધીનગર 55, ભરૂચ 54, ગાંધીનગર કોર્પોરેશન 51, કચ્છ 50, ખેડા 49, અમરેલી 48, મોરબી 48, નવસારી 48, દાહોદ 45, જૂનાગઢ 44, જૂનાગઢ કોર્પોરેશન 43, મહીસાગર 43, ભાવનગર 39, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 31, સુરેન્દ્રનગર 29, વસાડ 29, અમદાવાદ 26,  સાબરકાંઠા 24,  દેવભૂમિકા દ્વારકા 20 અને ડાંગમાં 19 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 82,37,367 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,12,678 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 93,50,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget