શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોર્પોરેશનના આદેશને ઘોળીને પી જઈ દુકાનો ખોલનારી કઈ 7 ટેક્સટાઈલ માર્કેટ કરાવાઈ બંધ ? દુકાનદારો સામે શું લેવાયાં પગલાં ?
જેજે માર્કેટ, રઘુવીર માર્કેટ,અભિષેક માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિત 7 માર્કેટ બંધ કરાવવામાં આવી છે.
સુરતઃ સુરત કોર્પોરેશન અને ગ્રામ્યમાં વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોર્પોરેશન દ્વારા સુરત ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાવવામાં આવી હતી. જેજે માર્કેટ, રઘુવીર માર્કેટ,અભિષેક માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિત 7 માર્કેટ બંધ કરાવવામાં આવી છે.
નોંધનીય છે કે, પાલિકા દ્વારા બંધનો આદેશ હોવા છતાં કેટલાક વેપારીઓએ દુકાનો ચાલું રાખી હતી. આ માર્કેટમાં લોકોની ભીડ થતા હોબાળો થયો હતો. જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ માર્કેટ બંધ કરાવી હતી. એટલું જ નહીં, કોર્પોરેશનના આદેશને ઘોળીને પી જનારા અને દુકાનો ખોલનારા સામે પગલા ભરવામાં આવ્યા હતા અને પાલિકા દ્વારા કેટલીક દુકાનો સિલ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement