Girl Molested: સુરતમાં કૉચની કરતૂતઃ વીર નર્મદ યુનિવર્સિટીના કૉચે વિદ્યાર્થિનીની કરી છેડતી
Girl Molested In Surat: સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના જૂનિયર કૉચ પર વિદ્યાર્થિનીની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે

Girl Molested In Surat: સુરત શહેરમાં શરમજનક ઘટના સામે આવી છે. સુરતમાં એક કૉચે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. કૉચ પર આરોપ લાગ્યો છે કે, કૉચે પહેલા વિદ્યાર્થિનીને અડપલાં કર્યા બાદ છેડતીનો પ્રયાસ કર્યો હતો. સંબંધ રાખવા માટે વિદ્યાર્થિનીને દબાણ ધમકી આપવામાં આવી રહી હતી. આ સમગ્ર ઘટનામાં વીર નર્મદ યુનિવર્સિટીના કૉચની પોલીસ ધરપકડ કરી લીધી છે.
સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના જૂનિયર કૉચ પર વિદ્યાર્થિનીની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. હાલમાં આ જૂનિયર કૉચની સુરતના વેસૂ પોલીસે ધરપકડ કરી લીધી છે. માહિતી પ્રમાણે, વીર નર્મદ યૂનિવર્સિટીના જૂનિયર કૉચ અમિત શર્મા પર આરોપ લાગ્યો છે કે, તેને વિદ્યાર્થિનીને અડપલાં કર્યા અને છેડતી કરી છે, કૉચે વિદ્યાર્થિનીને સંબંધ રાખવા ગાળો આપી ધમકી આપી હોવાનો પણ આરોપ લાગ્યો છે. જોકે, કૉચે છેડતી કરી હતી, તેના ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી બરાબરનો પાઠ ભણાવ્યો છે.
સુરતની હૉટલમાં હાઈપ્રૉફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ચાર રૂપલલના સહિત એજન્ટ પકડાયા
સુરતના સરથાણામાં બાપા સીતારામ ચોક નજીક આવેલી એક હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. દરોડાની કાર્યવાહી દરમિયાન હૉટલમાંથી 2 થાઇલેન્ડ, 1 યુગાન્ડા અને 1 મુંબઇની રૂપલલના સાથે રંગરેલિયા મનાવવા આવેલા 2 ગ્રાહકોની ધરપકડ કરી લીધી છે, અને રૂપલલનાઓને મુક્ત કરાવી છે, સાથે સાથે એક દલાલ અને મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે, સરથાણાની હૉટલમાં હાઇફાઈ સેક્સરેકેટ ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસની ટીમે સાંજના સમયે હોટલમાં દરોડા પાડયા, જ્યાંથી રૂપલલનાઓ સાથે ગ્રાહક અને એજન્ટને દબોચી લીધા હતા. હોટલમાંથઈ 2 થાઇ, 1 યુગાન્ડા અને 1 મુંબઈની રૂપલલના મળી. હોટલમાં આવેલા બે ગ્રાહકો રાજ અશ્વિન ગાજીપરા અને શનિ લક્ષ્મણ ભોઇ પકડાયા હતા. રાજ સેલ્સમેન છે તો શનિ શાકભાજી વિક્રેતા છે. આ ઉપરાંત યુવતીઓ સપ્લાય કરતો લાલો ઉર્ફે ચિરાગ કિયાણી અને મેનેજર વિવેક કનુ પટેલ પણ પોલીસની ઝપટે ચઢી ગયા હતા. આ મામલે સરથાણા પોલીસમાં વિધિવત્ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે હોટલના તમામ રૂમોમાં પણ સર્ચ કરી રોકડા રૂપિયા ૫૦,૯૦૦, ૫ મોબાઈલ, નિરોધ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.





















