શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતનો કયો જાણીતો મોલ કોર્પોરેશને કરી દીધો સીલ? શું છે કારણ?
સુરતના ડભોલી વિસ્તારમાં D MARTને સીલ મારી દેવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા કોર્પોરેશને કાર્યવાહી કરી છે.
સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં સૌથી વધુ છે. ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં D MARTને સીલ મારી દેવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા કોર્પોરેશને કાર્યવાહી કરી છે.
D-MARTને કોવિડ ગાઈડલાઈન અનુસરવા સૂચના આપવામાં આવી હતી. છતાં ગ્રાહકોમાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. સુરતમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતા ધીરજ એંડ સંસ અને ડી માર્ટને સીલ કરાયું છે. કતારગામના કંસાનગર પર આવેલ ધીરજ સંસ સીલ કરાયું છે. સિંગણપોરમાં આવેલ ડિ-માર્ટને પણ સીલ કરવામાં આવ્યુ છે. સોશલ ડિસ્ટસિંગનું પાલન ન કરતા લોકો પાસેથી 11,500થી વધુનો દંડ વસુલાયો છે.
ડી માર્ટના સંચાલકોએ મીડિયાકર્મીઓએ સાથે પણ દાદાગીરી કરી હતી. મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા. સાથે જ મીડિયાકર્મીઓને પોલીસને બોલાવવાની પણ ધમકી આપવામાં આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion