શોધખોળ કરો

Surat Diamond Bourse: સુરત બૂર્સનું રેકોર્ડતોડ સર્ચિંગ, 28 દિવસમાં 6.72 કરોડવાર ગૂગલ પર કરાયુ સર્ચ

સુરત ડાયમન્ડ બૂર્સ બિલ્ડિંગ ગૂગલ પર પણ ટ્રેન્ડિંગમાં હતુ, અને પીએમ મોદીના હસ્તે ઉદઘાટન થયા બાદ વધુ ચર્ચામાં આવ્યુ હતુ

Surat Diamond Bourse: આ અઠવાડિયા સુરતમાં દુનિયાના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગને પીએમ મોદી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ ડાયમન્ડ બિઝનેસ માટેના બિલ્ડિંગને સુરત ડાયમન્સ બૂર્સ તરીકે ઓળખી રહ્યાં છે. આની ખાસિયત એ છે કે આને દુનિયાની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ કહેવામાં આવી રહી છે. અહીં સુરત ડાયમંડ બૂર્સમાં રફ અને પૉલિશ્ડ બંને હીરાનો વેપાર થશે. આ અત્યાધુનિક બૂર્સમાં આવી ઘણી સુવિધાઓ હશે, જે હીરા અને ઝવેરાતના વ્યવસાયને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થશે. પરંતુ આ હવે આ બધાની વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, સમાચાર ગૂગલ સર્ચને લઇને સામે આવ્યા છે. હાલમાં જ રિપોર્ટ મળી રહ્યાં છે કે સુરતના આ બૂર્સને ગૂગલ પર રેકોર્ડતોડ સર્ચિંગ મળ્યુ છે. છેલ્લા 28 દિવસમાં દેશભરમાંથી આ બૂર્સને લઇને 6.72 વાર ગૂગલ સર્ચિંગ કરવામાં આવ્યુ છે, જે એક રેકોર્ડ છે. 

સુરત ડાયમન્ડ બૂર્સ બિલ્ડિંગ ગૂગલ પર પણ ટ્રેન્ડિંગમાં હતુ, અને પીએમ મોદીના હસ્તે ઉદઘાટન થયા બાદ વધુ ચર્ચામાં આવ્યુ હતુ. સુરતના આ ડાયમન્ડ બૂર્સ બિલ્ડિંગને છેલ્લા 28 દિવસમાં રેકોર્ડતોડ ગૂગલ સર્ચ મળ્યુ છે, છેલ્લા 28 દિવસમાં ગૂગલ પર દેશભરમાંથી 6.72 કરોડ વાર સર્ચ કરાયુ છે. એટલું જ નહીં 5 દિવસમાં આ ડાયમન્ડ બૂર્સની વેબસાઈટ પર 24 હજાર લોકોએ મુલાકાત પણ લીધી છે. આને સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 93 લાખ અને સુરતમાંથી 39 લાખ વખત ગૂગલ સર્ચ કરાયુ છે. વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હોવાથી એક હાઈપ ક્રિએટ થઈ હતી, સાયબર એક્સપર્ટના મતે ગૂગલમાં ટોપ ટ્રેન્ડિંગ રહ્યું હતું, લોકોએ તેના વિશે જાણવા સર્ચ કર્યું હતું. 

સુરત ડાયમન્ડ બૂર્સની રોનકમાં વધારો
બે દિવસ પહેલા ઉદઘાટન પામેલી સુરત ડાયમન્ડ બૂર્સ બિલ્ડિંગની હવે ચમક વધશે. અહીં વધુ વિકાસના કામો જોવા મળી શકે છે, અહીં ડુમસથી પલસાણાને જોડતો 35 કિમીનો પથ હજીરા બેલ્ટ પછી શહેરનો સૌથી મોંઘો અને બિઝનેસ બેલ્ટ તરીકે ઉભરી આવશે. આ માર્ગ પર બૂર્સની જેમ પ્રત્યેક 600 મીટરે વિકાસ પ્રૉજેક્ટોની હારૉમાળા સર્જાઇ છે. માત્ર બૂર્સની ફરતે જ 10 હજાર કરોડના ગગનચૂંબી 40થી વધુ પ્રૉજેક્ટે આકાર લેવાનું શરૂ કર્યું છે. જેમાં વેસુમાં 35 ટાવર સાથેનો એક જ પ્રૉજેક્ટ 1200 કરોડના ખર્ચે ખાસ ડાયમન્ડ ક્ષેત્ર માટે બની રહ્યો છે. આસપાસના ત્રીસેક કિમીના પટ્ટામાં પીએમ મિત્રા પાર્ક તથા આઇટી પાર્ક જેવા મેગા આયોજનો પણ થઈ રહ્યા છે. ડુમસ સી-ફેસથી શરૂ થતાં પ્રકલ્પો પર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મેટ્રો, બૂલેટ ટ્રેન, ફ્રેઇટ કૉરિડોર અને એક્સપ્રેસ વેની સાંકળ પણ ટચ થશે. આ તમામ પ્રકલ્પોના કારણે જમીનનો ભાવ 9 વર્ષમાં જ 3 ગણો વધી ગયો છે.

આ ડાયમન્ડ બૂર્સ બિલ્ડિંગની અનેક ખાસિયતો છે, જેમ કે, સુરત ડાયમંડ બૂર્સમાં આયાત-નિકાસ માટે આધુનિક કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મૉલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ ફેસિલિટી અને સેફ વૉલ્ટ વગેરે બનાવવામાં આવ્યા છે. સુરત ડાયમંડ બૂર્સનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ હોવાનું ગૌરવ ધરાવે છે. આ ઈમારત 67 લાખ ચોરસ ફૂટમાં બનેલી છે અને તેના નિર્માણમાં લગભગ 3,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ એક સાથે કામ કરી શકે છે. આ સમગ્ર બિલ્ડિંગમાં 15 માળના 9 ટાવર છે. જેમાં 300 ચોરસ ફૂટથી લઈને 1 લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસો બનાવવામાં આવી છે. આ ઈમારતને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ રેટિંગ પણ મળ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Embed widget