શોધખોળ કરો

Surat News: ‘રાત્રે મારી સાથે જ સૂવા.....’ નરાધમ બાપે 15 વર્ષની દીકરી સાથે એવું કર્યું કે......

Father molested daughter Surat: આ ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ફરિયાદ નોંધી અને આરોપી પિતાની ધરપકડ કરી.

Surat News: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાની 15 વર્ષીય પુત્રી સાથે અશોભનીય વર્તન કર્યાનો આરોપ લાગ્યો છે. આ મામલે ડિંડોલી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

ઘટના વિગતો મુજબ, 15 વર્ષની સગીરા સ્કૂલના યુનિફોર્મમાં સીધી ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તેણે પોલીસને જણાવ્યું કે તેના પિતા રાત્રે તેની સાથે સૂવા માટે દબાણ કરે છે અને છેડતી કરે છે. વધુમાં, સગીરાએ આરોપ મૂક્યો કે જો તે પોલીસ ફરિયાજ કરશે તો તેના પિતાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી.

આ ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ફરિયાદ નોંધી અને આરોપી પિતાની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતાએ બે વખત પોતાની સગી પુત્રીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે.

દરમિયાન, સગીરાના પરિવારના અન્ય સભ્યો પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને પોલીસ આરોપી પિતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

હાલમાં પોલીસે કિશોરીના પિતા સામે છેડતી અને બાળકો સાથે જાતીય અપરાધોના સંરક્ષણ (POCSO) કાયદા અંતર્ગત ગુનો નોંધ્યો છે. આ આધારે તેમણે આરોપી પિતાની ધરપકડ કરી છે. પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

POCSO એક્ટ એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ. આ એક ભારતીય કાયદો છે જે બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદો બાળકોને સુરક્ષિત રાખવા અને આવા ગુના કરનારાઓને સખત સજા આપવા માટે ખૂબ જ મહત્વનો છે.

બાળકની વ્યાખ્યા: આ કાયદામાં બાળકને 18 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.

જાતીય ગુના: આ કાયદો વિવિધ પ્રકારના જાતીય ગુનાઓને ગુનો ગણાવે છે, જેમ કે બાળકનું શારીરિક શોષણ, જાતીય હેરાનગતિ, બાળકોનું અશ્લીલ ચિત્રો લેવું અથવા દેખાડવું વગેરે.

સજા: આ કાયદા હેઠળ જાતીય ગુના કરનારાઓને ખૂબ જ સખત સજા થઈ શકે છે, જેમાં લાંબી જેલની સજા અને ભારે દંડનો સમાવેશ થાય છે.

રિપોર્ટિંગ: જો તમને લાગે કે કોઈ બાળક પર જાતીય ગુનો થયો છે, તો તમારે તરત જ પોલીસ અથવા ચાઇલ્ડ વેલફેર કમિટીને જાણ કરવી જોઈએ.

POCSO એક્ટનું મહત્વ:

બાળકોની સુરક્ષા: આ કાયદો બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે એક મજબૂત હથિયાર છે.

ગુનેગારોને સજા: આ કાયદો જાતીય ગુના કરનારાઓને સખત સજા આપીને અન્ય લોકોને આવા ગુના કરવાથી રોકે છે.

જાગૃતિ: આ કાયદાના કારણે લોકોમાં બાળકોના જાતીય શોષણ વિશે જાગૃતિ વધી છે.

ટોપ સ્ટોરી

Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ
Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Kidnapping Case: સુરતમાં હચમચાવતી ઘટના, અપહરણ કરી યુવકને થાંભલે બાંધી ઢોર માર મારતા મોત, એક ઈજાગ્રસ્ત
Kidnapping Case: સુરતમાં હચમચાવતી ઘટના, અપહરણ કરી યુવકને થાંભલે બાંધી ઢોર માર મારતા મોત, એક ઈજાગ્રસ્ત
દિયર-ભાભીના આડા સંબંધનો કરુણ અંજામ, પતિની હત્યાનો આરોપ
દિયર-ભાભીના આડા સંબંધનો કરુણ અંજામ, પતિની હત્યાનો આરોપ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget