Surat : સેનેટાઇઝરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,ફાયર બ્રિગેડની 7 ટીમો ઘટનાસ્થળે
વેલન્જા ઉમરા પાટિયા ખાતે આગની ઘટના બની છે. દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગી છે. સેનિટાઈઝરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે.
સુરત : વેલન્જા ઉમરા પાટિયા ખાતે આગની ઘટના બની છે. દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગી છે. સેનિટાઈઝરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. 3 ફાયર સ્ટેશનની 7 ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. જોકે, આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી. તપાસ પછી વધુ વિગતો સામે આવશે.
બીજી તરફ સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઇવે પર તેલ ભરેલ ટેન્કર નો અકસ્માત થતા તેલની નદીઓ વહેતી થઈ જતા વાસણો લઈને ભરવા માટે લોકો ઉમટી પડયા હતા. એક તરફ તેલના ભાવ આસમાને બીજી તરફ હાઇવેપર આવેલ ઢેઢુકી ગામ ની બાજુમાં રોડ પર તેલની નદીઓ વહેતી થઈ. ચોટીલાથી અમદાવાદ તરફ જતા ઢેઢુકી ગામની બાજુમાં તેલ ભરેલ ટેંકર અકસ્માત નો બનાવ બન્યો. અકસ્માત થતા તેલ ભરવા માટે ગામ લોકો પોતપોતાના વાસણો લઈને તેલ ભરવા માટે લોકોની ભીડ ઉમટી.
કોરોનાની મહામારીમાં તેલ સહિત અનુ જીવન ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા લોકો પરેશાન થયા હતા. તેલના ખાડા ભરેલા જોઈ ગામ લોકો પોતાના વાસણોને લઈ તેલ ભરવા પહોંચી ગયા. ગામલોકોને જાણે સવારે લોટરી લાગી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.