શોધખોળ કરો

ખાડીમાં પૂરથી સુરતનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, હાલ આવી છે સ્થિતિ, તસવીરોમાં જુઓ દ્રશ્યો

કોર્પોરેટર વિજય ચોમાલ છેલ્લા બે દિવસથી લોકોની વચ્ચે જઇને મદદ કરી રહ્યા છે. ગઈ કાલે પણ તેમણે તેમના વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવામાં મદદ કરી હતી.

સુરતઃ ખાડીમાં પૂર આવતાં પાણી સુરતના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ત્યારે શહેરનો પર્વત પાટિયા વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયો છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. બીજી તરફ શહેરમાં ખાડીના પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે આ બધાની વચ્ચે સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલ અને આરએસએસના કાર્યકરો લોકોની મદદે આવ્યા છે. કોર્પોરેટર વિજય ચોમાલ છેલ્લા બે દિવસથી લોકોની વચ્ચે જઇને મદદ કરી રહ્યા છે. ગઈ કાલે પણ તેમણે તેમના વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવામાં મદદ કરી હતી. ફાયર બ્રિગેડ સાથે મળીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારે આજે તેઓ આરએસએસના સ્વયંસેવકો સાથે મળીને પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને દૂધ સહિતની જીવન જરૂરી વસ્તુનું વિતરણ કર્યું હતું. ખાડીમાં પૂરથી સુરતનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, હાલ આવી છે સ્થિતિ, તસવીરોમાં જુઓ દ્રશ્યોઆ ઉપરાંત સુરત ફાયર વિભાગ દ્વારા માધાવબાગ રેસીડનસીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગે નાના બાળકો, વૃધ્ધો અને મહિલાઓને રેસ્ક્યુ કર્યા હતા. હજી પણ ખાડીપુરના પાણી વધી રહ્યા છે. સુરતમાં ખાડીપુરના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના લિંબાયત વિસ્તાર પાણી પાણી થયો છે. રોડ-રસ્તાઓ, દુકાનો, મકાનો જ્યાં જુઓ ત્યાં ખાડીપુરના પાણીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો હતો. ખાડીમાં પૂરથી સુરતનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, હાલ આવી છે સ્થિતિ, તસવીરોમાં જુઓ દ્રશ્યો સ્થાનિકોના ઘરોમાં છાતી સુધીના પાણી ભરાયા છે તો ખાડીના આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પર્વત પાટીયાથી લિંબાયત અને મિલેનિયમ માર્કેટથી લિંબાયતમાં પ્રવેશતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાડીમાં પૂરથી સુરતનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, હાલ આવી છે સ્થિતિ, તસવીરોમાં જુઓ દ્રશ્યો લિંબાયત વિસ્તારના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીને ઉલેચવા માટે લિંબાયતની મીઠી ખાડી કિનારે પમ્પ લગાવવામાં આવ્યા છે પરંતુ પાણી ઉલેચવા માટે લગાવેલા પંપ નિષ્ફળ થયા છે. ખાડીની દિવાલોમાંથી પાણી નીકળી રહ્યા છે. ખાડીમાં પૂરથી સુરતનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, હાલ આવી છે સ્થિતિ, તસવીરોમાં જુઓ દ્રશ્યો સુરતના ખાડીપુરમાં હજુ પણ પુરનું પાણી ઉતર્યુ નથી. સુરતમાં તમામ ખાડીઓએ ભયજનક સપાટી વટાવતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. સુરતના પર્વત પાટીયા, વાલક, સીમાડા, સરથાણા, સણીયામાં ખાડીના પાણી ફરી વળ્યાં છે. કુંભારીયા, સારોલી,વેલંજા,મીઠી ખાડી, ફુલવાડી સહિતના વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. ખાડીમાં પૂરથી સુરતનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, હાલ આવી છે સ્થિતિ, તસવીરોમાં જુઓ દ્રશ્યો SMCએ નીચાણવાળા વિસ્તારોમાંથી 270 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. રણછોડનગર અને માધવ રેસીડંસીમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી. ફાયર વિભાગે સ્થાનિકો માટે રાહત સામગ્રીની મદદ પહોંચાડાઈ છે. પાણીમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા છે. ખાડીમાં પૂરથી સુરતનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, હાલ આવી છે સ્થિતિ, તસવીરોમાં જુઓ દ્રશ્યો ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે. CM રૂપાણીએ સુરત કલેક્ટર સાથે વાત કરીને પ્રસાસનને એલર્ટ રાખવાની સૂચના આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જરૂર પડ્યે તો સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. નાવડી ઓવારા પર બેરીકેડ લગાવીને પ્રવેશ બંધી કરાઈ છે. ઉકાઈ ડેમમાંથી 64 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈ ડેમમાં એક લાખ ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Embed widget