શોધખોળ કરો
સુરતમાં ગુજસીટોક હેઠળ કુખ્યાત અશરફ નાગોરી ગેંગ સામે ગુનો નોંધાયો, ત્રણ સાગરિતોને ઝડપી લેવાયા
પોલીસે મોહમ્મદ ઈસ્માઈલ, વસીમ કુરૈશી અને અબ્દુલ સમદ નામના ત્રણ સાગરિતોને ઝડપી પાડવામા આવ્યા છે. ગેંગનો લીડર અશરફ નાગોરી અને તેનો સાગરિત મોહમ્મદ ફિરોઝ હાલ ફરાર છે.

સુરત: સુરતમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામા આવી છે. સુરત શહેરના કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગના 4 સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે મોહમ્મદ ઈસ્માઈલ, વસીમ કુરૈશી અને અબ્દુલ સમદ નામના ત્રણ સાગરિતોને ઝડપી પાડવામા આવ્યા છે. ગેંગનો લીડર અશરફ નાગોરી અને તેનો સાગરિત મોહમ્મદ ફિરોઝ હાલ ફરાર છે.
ખુદ અશરફ સામે છેલ્લા 10 વર્ષમાં 12 ગુના નોંધાયા છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યામાં અશરફ નાગોરીનું નામ ઉછળ્યું હતું. વર્ષ 2020માં ભાજપના કોર્પોરેટર હસમુખ લાલવાળા પર ફાયરિંગ કર્યાના કેસમાં ઝડપાયો હતો. ઠીક એક વર્ષ પહેલાં 11 જાન્યુઆરીના રામપુરા વિસ્તારમાં અશરફે હાસીમ નામના શખ્શ પર ફાયરિંગ કર્યું હતું.
અશરફ અને તેની ગેંગ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાક-ધમકી અને હથિયાર રાખવા સહિતના 23 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. અગાઉ સુરત પોલીસ આસિફ ટામેટા ગેંગ અને લાલૂ ઝાલિમ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ચૂકી છે.
ગુજરાત રાજ્યમાં 2019થી ગુજસીટોકનો નવો કાયદો અમલી બન્યો છે . આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમની પ્રવૃત્તિને ડામી શકાય તે હેતુસર બનાવવામાં આવેલા આ કાયદાથી ગેંગ ઓપરેટ કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
અમદાવાદ
બિઝનેસ
ગાંધીનગર
Advertisement
