શોધખોળ કરો

Hit And Run: સુરતમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, નાઇટ શિફ્ટ પુરી કરી ઘરે જઇ રહેલા યુવાનને અજાણ્યા વાહને ઉડાવ્યો

સુરતમાં કીમ માંડવી રૉડ પર વહેલી સવારે એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યુ છે

Surat Hit And Run Case: ગુજરાતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, સુરતમાં કીમ માંડવી રૉડ પર વહેલી સવારે એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યુ છે. કહેવાઇ રહ્યુ છે કે, મૃતક યુવાન રાત્રિ શિફ્ટ પુરી કરીને પોતાના ઘરે જઇ રહ્યો હોત, તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારીને હવામાં ઉડાવ્યો હતો. યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. 

Hit And Run: સુરતમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, નાઇટ શિફ્ટ પુરી કરી ઘરે જઇ રહેલા યુવાનને અજાણ્યા વાહને ઉડાવ્યો

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજે વહેલી સવારે વધુ એકવાર રૉડ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના કીમ માંડવી રૉડ આજે વહેલી સવારે કોઠવા ગામ પાસે એક સનસનીખેજ હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. અહીં રાત્રિ દરમિયાન નાઇટ શિફ્ટમાં કામ કરીને પોતાના ઘરે જઇ રહેલા એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારી છે, આ ટક્કરમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ છે. અકસ્માતની ઘટના બાદ પાલોદ પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી આધાર કાર્ડ અને કંપનીનું આઇડી કાર્ડ મળી આવ્યુ હતુ, જેમાં મૃતકનુ નામ નિતેશ યાદવ હોવાનું અને તે નજીકની કુસુમગર કંપનીનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યુ હતુ. હાલ પાલોદ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

Hit And Run: સુરતમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, નાઇટ શિફ્ટ પુરી કરી ઘરે જઇ રહેલા યુવાનને અજાણ્યા વાહને ઉડાવ્યો

હિટ એન્ડ રનની ઘટાઓનો સિલસિલો-  આ પહેલા રાજ્યમાં બે ગંભીર અકસ્માત થયા હતા

રાજ્યમાં આ જે બે ગંભીર અકસ્માતના ઘટના બની છે જેમાં બે લોકોના મોત થયા. એક કડીમા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જ માં એકનું મોત થયું છે. તો બીજી ઘટનામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક એક બીજા ટકરાયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

કડીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કડીના કોયડા ધરમપુર રોડ પર આ ઘટના બની હતી. બાઈક પર જઇ રહેલા યુવકને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનુ સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં બાવલું પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ભરતજી ઠાકોર નામનો યુવાન બાઇક લઈ જતો હતો ત્યારે આ ઘટના બની હતી.

બીજો અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર બન્યો છે. જ્યાં ટ્રેક અન કાર વ્ચચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ થરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

રાજ્યમાં ગોઝારા અકસ્માતનો સિલસિલો યથાવતછે. મોરબીના માળિયાનાં હરીપર નજીક અકસ્માત થયો હતો. ડમ્પરે ત્રિપલ સવારી બાઈકને ઠોકર મારતાં બે નાં મોત, એક ને ઈજા થઈ હતી.

સલમાન પીરની દરગાહે મેળો હોવાથી યુવાન મંગેતરને તેડવા ગયો હતો. કાજરડા ગામે મેળામાં ફર્યા બાદ પરત ફરતા સૂરજબારી પુલ પર અકસ્માત થયો હતો. જેમાં મંગેતર મુસ્કાન સિકંદર મુલ્લા અને સાળી જશીબેન સિકંદર મુલ્લાનું મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક અકબર ગફૂર માણેક ને ઈજા પહોંચી હતી. માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છમાં પણ અકસ્માત

કચ્છના સુરજબારી પાસે અકસ્માતમાં 2 લોકોના અકસ્માતમાં મોત થયા છે. બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું. બનાવમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, એક ને ઇજા પહોંચી હતી. સુરજબારી બ્રિજ પાસે દેવ સોલ્ટ પાસે અકસ્માત સર્જાયો હતો.

પાદરા-જંબુસર હાઇવે પર ઇકો કાર અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. પાદરા-જંબુસરના લોહી તરસ્યા હાઇવેએ વધુ બે લોકોના જીવ લીધા હતા. કુરાલ અને અભોર વચ્ચે થયેલા અકસ્માતમાં મોટર સાયકલ સવાર સહિત 2 લોકોના મોત થયા હતા. બંને મૃતક આભોર ગામના રહેવાસી હતા. વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે વડુ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget