શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat : રસ્તામાં અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં પહેલા વાંચી લો આ સમાચાર, વાંચીને પગ નીચેથી સરકી જશે જમીન

સુરતના યુવકને અજાણ્યા લોકોને લિફ્ટ આપવી ભારે પડી ગઈ છે. તમે પણ જો અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો આ તમારા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

સુરતઃ સુરતના યુવકને અજાણ્યા લોકોને લિફ્ટ આપવી ભારે પડી ગઈ છે. તમે પણ જો અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો આ તમારા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જો તમે પણ અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો એકવાર આ સમાચાર જરૂરથી વાંચી લેજે. વાત એવી છે કે, થોડા દિવસ પહેલા સુરતનો યુવક અડાજણ વિસ્તારમાંથી કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ હોસ્પિટલનું કામ હોવાથી લિફ્ટ આપવા વિનંતી કરી હતી. 

હોસ્પિટલનું કામ હોવાનું કહેતા યુવકે તેમને લિફ્ટ આપી હતી. કારમાં લિફ્ટ આપતાં જ આરોપીએ પોત પ્રકાશ્યું હતું અને યુવકને ચપ્પુ બતાવી કાર ચાલકને અડાજણ મધુવન સર્કલ પાસે અજાણ્યા ફ્લેટ પર લઈ ગયો હતો. જ્યાં બે યુવતીઓ અને બે પુરુષ જે આમના સાગરીતો હતા, તે પહેલાથી જ હાજર હતા. જેમાંથી એક પોલીસની ઓળખ આપી હતી. 

આ પછી તેણે યુવકને ચપ્પુ બતાવીને બંને યુવતીઓ વચ્ચે ઊભા રહી જવાનું કહ્યું હતું. બંને વચ્ચે યુવક ઉભો રહેતા તેમની કેટલીક તસવીરો લઈ લીધી હતી અને ફોટા વાયરલ કરી દેવાની ધમકા આપી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમજ ન માને તો પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી. આમ, બદનામીના ડરે યુવકે પાંચ લાખ રૂપિયાનો બંદોબસ્ત કર્યો હતો અને આરોપીઓને આપ્યા હતા. 

આ પૈસા મળતાં આરોપીએએ તેને જવા દીધો હતો. આરોપીઓની ચુંગાલમાંથી છૂટેલા યુવકે ફરિયાદ કરતાં DCB દ્વારા હનિટ્રેપ ગેંગ ને ઝડપી પાડી છે. એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે.  DCB પોલીસે ગેંગને ઝડપી પાડી અનેક ગુના ના ભેદ ઉકેલાય તેવી શકયતા છે. 

Kheda : ડાકોર ઉમરેઠ રોડ ઉપર સ્કૂલવાનને અકસ્માત નડતા 4 વિદ્યાર્થી ઘાયલ

ખેડાઃ  ડાકોર ઉમરેઠ રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી.  ઉમરેઠની હાઇસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓની ગાડીને સ્કૂલેથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો.  સ્કુલ વેન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા વાહનમાં ઘુસી સ્કૂલ વેન હતી. સ્કૂલવેનમાં 15 જેટલા બાળકો સવાર હતા. 

વેનમાં 15 બાળકો પૈકી ચારને ઇજાઓ તથા ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વેન ચાલકને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સદનસીબે કોઈ જાનહાની ના થતા વાલીઓમાં હાશકારો થયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ

Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?

ABP Premium

વિડિઓઝ

Surat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડBZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ

ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

Embed widget