Surat: સૂર્યનગરી એક્સપ્રેસમાં ફેરિયાઓની ગુંડાગીરી, મુસાફરોને ટ્રેનમાંથી ફેંકવાનો કર્યો પ્રયાસ
જોધપુર બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસમાં બનાવ બન્યો હતો. મુસાફરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.
Surat News: સુરતમાં ટ્રેનમાં ફેરિયાઓની ગુંડાગીરી સામે આવી છે. નજીવી બાબતે ફેરિયાઓ દ્વારા મુસાફરો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. જે અંગે રેલવને ટ્વિટ કરી ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત ફેરિયાઓએ મુસાફરોને ટ્રેનમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. જોધપુર બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસમાં બનાવ બન્યો હતો. મુસાફરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.
પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયો પતિ
સુરતના રાંદેર વિસ્તારમાં શંકાશીલ પતિ વિરુદ્ધ પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેની સાથે ઝઘડો કરતો હતો. બેકાર પતિએ પત્ની પાસે રૂપિયાની માંગણી કરતા પત્નીએ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી પતિ ઉશ્કેરાયો અને પત્નીનું મોઢું દબાવી ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને ગળાના ભાગે 10થી વધુ ટાંકા આવ્યા હતા. રાંદેર પોલીસે પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
100 ટેસ્ટ મેચ રમનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બન્યો પુજારા, જાણો ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમાનારા ક્રિકેટર્સ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ સાથે પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમાનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બની ગયો છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવામાં સચિન તેંડુલકર મોખરે છે. તેણે 200 ટેસ્ટ રમી છે.
ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી
સચિન તેંડુલકર, 200 ટેસ્ટ, 15921 રન
રાહુલ દ્રવિડ, 163 ટેસ્ટ, 13265 રન
વીવીએસ લક્ષ્મણ, 134 ટેસ્ટ, 8781 રન
અનિલ કુંબલે, 132 ટેસ્ટ
કિપલ દેવ, 131 ટેસ્ટ, 5248 રન
સુનીલ ગાવસ્કર, 125 ટેસ્ટ, 10,122 રન
દિલીપ વેંગસરકરસ 116 ટેસ્ટ, 6868 રન
સૌરવ ગાંગુલી, 113 ટેસ્ટ, 7212 રન
વિરાટ કોહલી, 105 ટેસ્ટ, 8131 રન
ઈશાંત શર્મા, 105 ટેસ્ટ
હરભજન સિંહ, 103 ટેસ્ટ
વિરેન્દ્ર સહેવાગ, 103 ટેસ્ટ, 8503 રન
ગુજરાત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી
ચેતેશ્વર પુજારા, 100 ટેસ્ટ
ઝહીર ખાન, 92 ટેસ્ટ
રવિન્દ્ર જાડેજા, 62 ટેસ્ટ
કિરણ મોરે, 49 ટેસ્ટ
નયન મોંગિયા, 44 ટેસ્ટ
રાજેશ ચૌહાણ, 40 ટેસ્ટ
અંશુમાન ગાયકવાડ, 40 ટેસ્ટ