(Source: ECI/ABP News/ABP Majha)
Surat : ભાજપના ધારાસભ્યે કોવિડ ગાઇડલાઇનનો વાળ્યો ઉલાળ્યો, રોડના ખાતમૂહુર્તમાં ટોળું ભેગું કર્યું
કામરેજના ધારાસભ્ય કોવિડના નિયમોનો ભંગ કર્યો હતો. તેમના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા. અનેક વખત વિવાદમાં આવ્યા છતાં વી.ડી.ઝાલાવડીયાને કોઈ ફર્ક નથી. કામરેજમાં રોડના ખાતમુહૂર્તમાં ટોળું ભેગું કર્યું હતું.
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે સરકાર વારંવાર કોરોનાની ગાઇડલાઇન પાળવા માટે લોકોને અપીલ કરી રહી છે. બીજી તરફ કામરેજના ધારાસભ્ય કોવિડના નિયમોનો ભંગ કર્યો હતો. તેમના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.
અનેક વખત વિવાદમાં આવ્યા છતાં વી.ડી.ઝાલાવડીયાને કોઈ ફર્ક નથી. કામરેજમાં રોડના ખાતમુહૂર્તમાં ટોળું ભેગું કર્યું હતું. કોરોનાના કેસો ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યા છે અને લોકો મોતને ભેટી રહ્યા છે છતાં સોશિયલ મીડિયામાં પોતાની વાહવાહી કરાવી.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2795 , સુરત કોર્પોરેશન-781, વડોદરા કોર્પોરેશન 664, મહેસાણામાં 411, વડોદરા-484, જામનગર કોર્પોરેશમાં 305 , રાજકોટ કોર્પોરેશન 286, ભાવનગર કોર્પોરેશન-292, સુરત-264, જૂનાગઢ 257, અમરેલી-256, બનાસકાંઠા-255, પંચમહાલ-254, જુનાગઢ કોર્પોરેશન- 227, જામનગર-206, આણંદ-199, ભરુચ-197, ગીર સોમનાથ-193, ખેડા-175, કચ્છ-175, મહીસાગર-163, ગાંધીનગર-148, ભાવનગર-144, પાટણ-138, સાબરકાંઠા-134, દેવભૂમિ દ્વારકા-129, અરવલ્લી-225, વલસાડ-122, ગાંધીનગર કોર્પોરેશન-117, દાહોદ-114, નવસારી-110, નર્મદા-96, છોટા ઉદેપુર-90, અમદાવાદ-88, સુરેન્દ્રનગર-77, તાપી-74, પોરબંદર-51, મોરબી-49, બોટાદ-28 અને ડાંગમાં 9 કેસ સાથે કુલ 11017 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 5, મહેસાણામાં 4 , વડોદરા-4, જામનગર કોર્પોરેશમાં 6 , રાજકોટ કોર્પોરેશનમાં 5, ભાવનગર કોર્પોરેશન-3, સુરત-5, જૂનાગઢ 5, અમરેલી-2, બનાસકાંઠા-3, પંચમહાલ-3, જુનાગઢ કોર્પોરેશન- 3, જામનગર-3, આણંદ-1, ભરુચ-2, ગીર સોમનાથ-1, ખેડા-2, કચ્છ-4, મહીસાગર-2, ગાંધીનગર-2, પાટણ-1, સાબરકાંઠા-1, દેવભૂમિ દ્વારકા-1, અરવલ્લી-1, વલસાડ-1, ગાંધીનગર કોર્પોરેશન-1, દાહોદ-1 અને મોરબીમાં 1ના મોત સાથે કુલ 102 મૃત્યુ થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 33 લાખ 40 હજાર 938
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
- કુલ મોત - 2 લાખ 54 હજાર 197