Surat: મેયર હેમાલી બોઘાવાલા કોરોના પોઝિટિવ, હોમ આઇસોલેટ થયા
સુરતના મેયર હેમાલી બોઘાવાલા (Hemali boghawala)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ મેયર હેમાલી બોઘાવાલા આઈસોલેશનમાં છે. સુરતમાં કોરોના (Corona)સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
સુરત: સુરતના મેયર હેમાલી બોઘાવાલા (Hemali boghawala)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ મેયર હેમાલી બોઘાવાલા આઈસોલેશનમાં છે. સુરતમાં કોરોના (Corona)સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સુરત કોર્પોરેશન(SMC)માં નવા 607 કેસ નોંધાયા છે. જ્યારે 456 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સુરત જિલ્લામાં 153 નવા કેસ નોંધાયા છે. TPCR ટેસ્ટ આજે પોઝીટીવ આવ્યો છે. સિટીસ્કેન અને રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
સુરતમાં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થયો છે. હોમ આઈસોલેશનમાં રહેતા લોકો માટે મનપાએ વ્યવસ્થા કરી છે. જેમાં દવા, શાકભાજી, કરીયાણું મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. મેડિકલ સ્ટોર, સુપર સ્ટોરમાંથી પણ લોકો સુધી ડિલિવરી કરાશે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશન(SMC)માં 2, અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 1, ભરૂચમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 5 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4484 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 607, અમદાવાદ કોર્પોરેશનમાં 601, વડોદરા કોર્પોરેશનમાં 259 , સુરત 153, રાજકોટ કોર્પોરેશનમાં 145, વડોદરા 67, ભાવનગર કોર્પોરેશન-29, રાજકોટ 27, ગાંધીનગર કોર્પોરેશન 24, અમરેલી 22, જામનગર કોર્પોરેશન 22, દાહોદ 20, પાટણ 19, ખેડા 18, કચ્છ 18, મહેસાણા 18, નર્મદા 18, મોરબી 17, આણંદ 16, પંચમહાલ 16, ગાંધીનગર 15, જામનગર 15, અમદાવાદ 11, ભરૂચ 11, સાબરકાંઠા અને વલસાડમાં 10-10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 44,29,556 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,707 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 3,44,256 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,98,973 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.