Surat: સુરત પાલિકાએ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરતા જાણો કેટલા હજારનો દંડ ફટકાર્યો
સુરતના પાલમાં RTO પાસે વરઘોડામાં ફટાકડા ફોડાતાં 7 હજારનો દંડ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો છે. સુરતમાં રોડ પર થતા કચરા સામે વધુ એક વખત કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત: સુરતના પાલમાં RTO પાસે વરઘોડામાં ફટાકડા ફોડાતાં 7 હજારનો દંડ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો છે. સુરતમાં રોડ પર થતા કચરા સામે વધુ એક વખત કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર વન પર આવ્યું છે, જેને લઇ શહેરના આ ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની જવાબદારી પણ વધી છે. સ્વચ્છતાને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા પણ ફટાકડા ફોડી રસ્તા પર કચરો કરવાને લઈ કડક કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.
જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવ્યો
સુરત શહેરમાં લગ્નની સિઝન જોરશોરમાં ચાલી રહી છે ત્યારે વરાછા, લિંબાયત બાદ હવે પાલિકાએ પાલ વિસ્તારમાં આ કડક કાર્યવાહી કરી છે. અહીં આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડાને દંડ ફટકારવામાં આવ્યો છે. જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતાં પાલિકા દ્વારા રૂપિયા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફટાકડા ફોડવા પાછળ બેફામ ધૂમાડો કરવામાં આવે છે. આ ફપરાંત ફટાકડા ફોડવાને કારણે જાહેર રોડ પર મોટા પ્રમાણમાં કચરો પણ થતો હોય છે.
રસ્તા પર ઠેર-ઠેર કચરો વિખેરાઈ ગયો હતો
18મીને રવિવારે પાલ વિસ્તારમાં આરટીઓ રોડ પર એક લગ્નપ્રસંગમાં જાનૈયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેમજ રંગીન કાગળો પણ ઉડતા હોય તેવા ફટાકડા પણ ખૂબ મોટા પ્રમાણમાં ફોડવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર રસ્તા પર ઠેર-ઠેર કચરો વિખેરાઈ ગયો હતો.
જેના પગલે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુનિલકુમાર ચોકસીને રૂપિયા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. કેમેરાના આધારે કાર્યવાહી કરાઇ છે. આરોગ્ય સમિતિના ચેરમેન નેન્સી શાહે જણાવ્યું હતું કે, પાલિકા શહેરભરમાં લગાવાયેલા 2500 કેમેરા મારફતે પાન, ગુટખાની પિચકારી મારતા લોકોને તો દંડ ફટકારે જ છે. હવે આ જ કેમેરા મારફતે આરટીઓ રોડ પર વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારને પણ દંડ ફટકારાયો છે. જોકે મનપા આરોગ્ય અધિકારી ડો રિતિકા બેન પટેલે કહ્યું લોકને જાગૃત કરવા કાર્યવાહી કરવામાં આવે છે. લોકો ગંદકી નહીં કરે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે .
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial