શોધખોળ કરો

Surat : 32 વર્ષીય યુવતીની હત્યાનો કેસ ઉકેલાયો, હત્યા પહેલા આરોપીએ યુવતી સાથે માણ્યું શરીરસુખ ને પછી....

પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. સીસીટીવીમાં શબાનાની હત્યાના દિવસે આગળ પાછળ ચાલતા એક શકમંદના ફૂટેજ પોલીસને મળ્યા હતા. જ્યાંથી શબાનાની લાશ મળી હતી ત્યાં તે લગભગ એકાદ કલાક રોકાયો હતો.

સુરતઃ શહેરના ઝાંપાબજાર ખાતે આવેલા વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મળી આવેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. લાશ માનદરવાજાની 32 વર્ષીય શબાનાની હોવાનું સામે આવ્યું છે. શબાના ગત 10મી જૂનના રોજ ચોકબજારમાં ઘરકામ માટે ગયા બાદ ગુમ થઈ હતી. પોલીસ તપાસમાં યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો પણ ખુલાસો થયો હતો. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને હત્યારાને જેલ હવાલે કરી દીધો છે. 

હત્યારા પ્રકાશને મૃતક યુવતી સાથે અનૈતિક સંબંધો હતા. હત્યાના દિવસે પણ બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. સંબંધ બાંધ્યા પછી યુવતીએ યુવક પાસે જરૂર હોવાથી રૂપિયાની માંગણી કરી હતી. ઘરે થોડી તકલીફ હોવાથી યુવતીને રૂપિયાની જરૂર હતી. જોકે, રૂપિયા માંગતા પ્રકાશ ઉશ્કેરાઇ ગયો હતો અને યુવતીને માર મારી ગળુ દબાવી ત્યાં જ હત્યા કરી નાંખી હતી. આ પછી પ્રકાશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. 

હત્યારો પ્રકાશ દેવીપૂજક (ઉં.વ. 28) મૂળ પાટણનો છે અને ઉગત નહેર પાસેની ઝુપડપટ્ટીમાં રહે છે. શબાના અને પ્રકાશ વારંવાર મળતા હતા. તેમજ બંને વચ્ચે એકબીજાની સંમતિથી શારીરિક સંબંધ બંધાયા હતા. ગત 10મી જૂને પણ તેમણે ઝાંપાબજારના અવાવરું મકાનમાં શરીરસુખ માણ્યું હતું.  

પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. સીસીટીવીમાં શબાનાની હત્યાના દિવસે આગળ પાછળ ચાલતા એક શકમંદના ફૂટેજ પોલીસને મળ્યા હતા. જ્યાંથી શબાનાની લાશ મળી હતી ત્યાં તે લગભગ એકાદ કલાક રોકાયો હતો. આ જ ઈસમે શબાનાની હત્યા કરી હોવાની શંકા સાથે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે. 

સીસીટીવીમાં શબાના પરવટ પાટિયાથી નીકળીને ભાગળ ચાર રસ્તા પાસે રિક્ષામાંથી ઉતરે છે. અહીં તે એક અજાણ્યા યુવાન સાથે વાત કરતી દેખાયા બાદ ઝાંપાબજારના જે બિલ્ડિંગના ભોંયરામાંથી ડેડબોડી મળી હતી ત્યાં સુધી પગપાળા જતી દેખાઇ હતી. આ યુવાન પણ તેની આગળ પાછળ ચાલતો દેખાયો હતો. તેમજ ભોંયરામાં ગયાના એકાદ કલાક બાદ તે સીસીટીવીમાં એકલો જ દેખાતો હતો. 

અગાઉ યુવતી એક યુવક સાથે બાઇક પર જતાં સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે બાઈક્સવારની પુછપરછ કરતા તેણે શબાનાને અડાજણ પાટીયા ઉતારી હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, ગત 27મી જૂને વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી યુવતીની કોહવાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં યુવતીની ઓળખ શબાના જાવીદ સૈયદ ( ઉ.વ.32, રહે.માનદરવાજા, સુરત ) તરીકે થઈ હતી.  તેના ભાઈએ શબાનાના કપડા અને અન્ય વસ્તુને આધારે ઓળખ કરી હતી. 

શબાના ગત 10 મી જૂને  સવારે ચોકબજાર એ-વન કોકોની ગલીમાં સિલ્ક હાઉસ માર્કેટ પાસે કોઈ એપાર્ટમેન્ટમાં ઘરકામ પતાવી બપોરે દોઢ વાગ્યે નીકળી હતી પણ ઘરે પહોંચી નહોતી. આ અંગે અઠવા પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા તે એક બાઈક ઉપર અજાણ્યા સાથે મક્કાઇપુલ તરફ જતી નજરે ચઢી હતી. જોકે, યુવતીની કોઈ ભાળ મળી નહોતી. યુવતીની લાશ મળી ત્યારે શબાનાના શરીર પર માત્ર કુરતી હતી. કુરતી અને મૃતકના પગમાં બાંધેલ દોરા પરથી તેની ઓળખ થઈ હતી. શબાનાએ પ્રેમ લગ્ન કર્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
IPL 2025 પહેલા ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB પર લગાવ્યો મોટો આરોપ, વીડિયો થયો વાયરલ
IPL 2025 પહેલા ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB પર લગાવ્યો મોટો આરોપ, વીડિયો થયો વાયરલ
શિયાળામાં ગીઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો મુશ્કેલીમાં મુકાશો
શિયાળામાં ગીઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો મુશ્કેલીમાં મુકાશો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Embed widget