Surat News: સુરત શહેરમાં વધુ ત્રણ યુવકોના અચાનક બેભાન થયા બાદ મોત, હાર્ટ એટેકની આશંકા
Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 19 થી 35 વર્ષના બીએસસીના વિદ્યાર્થી સહિત ત્રણ યુવકોના અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થયા હતા.
Latest Surat News: ડાયમંડ નગરી સુરતમાં બેભાન થતાં ત્રણ લોકોના મોત થયા છે. જહાંગીરાબાદ, ભટાર અને ડિંડોલીમાં આ ઘટના બની હતી. ત્રણેય યુવકોના મોત હાર્ટએટેકથી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભટારની તડકેશ્વર સોસાયટી ખાતે રહેતા 35 વર્ષીય વિનોદ કાંતિભાઇ પટેલનું, જહાંગીરાબાદ કેનાલ રોડ શિવદ્રષ્ટિ રો હાઉસ ખાતે રહેતા 19 વર્ષીય યશ કમલેશ પટેલનું અને ડિંડોલી ગાયત્રી નગર ખાતે રહેતો 28 વર્ષીય મહેશ રમેશ સામુદ્રેનું બેભાન થયા બાદ મોત થયું હતું.
બીએસસીના વિદ્યાર્થી સહિત ત્રણ યુવકોના અચાનક બેભાન થઈ ગયા બાદ મોત
સુરત નવી સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 19 થી 35 વર્ષના બીએસસીના વિદ્યાર્થી સહિત ત્રણ યુવકોના અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થયા હતા. ત્રણેયના મોત હાર્ટએટેકથી થયા હોવાની સંભાવના તબીબો અને પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. મૂળ ઓલપાડ તાલુકાના વેલુક ગામના વતની અને હાલ જહાંગીરપુરા કેનાલ રોડ શિવદ્રષ્ટિ રો હાઉસમાં રહેતા કમલેશ પટેલ હજીરાની ક્રિભકો કંપનીમાં નોકરી કરી બે પુત્રોસહિત પરિવારનું ગુજરાત ચલાવે છે. તેનો 19 વર્ષીય પુત્ર યશ વીર દક્ષિણ ગુજરાય યુનિવર્સિટીમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જમીનને સુઈ ગયા બાદ તે સવારે ઉંઘમાંથી ઉઠ્યો જ નહોતો. માતાએ ઉઠાડવાની કોશિશ કરતાં નહીં ઉઠતા બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
બીજા બનાવમાં પાંડેસરા ગણપત નગર વિભાગ 2 માં પરિવાર સાથે રહેતા સંજય સુરેશ રાઠોડ (ઉ.વ.29) પણ મોડી રાત્રે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જે બાદ નવી સિવિલ લઈ જતાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં મૂળ ઓલપાડના વતની અને હાલ ભટાર તડકેશ્વર સોસાયટીમાં રહેતો 35 વર્ષીય વિનોદ કાંતિભાઈ પટેલ કારખાનામાં નોકરી કરી પત્ની અને બાળકનું ગુજરાન ચલાવતો હતો. છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને ખાનગી ક્લિનિકમાં લઈ જવાયો હતો, જ્યાં મૃત જાહેર કરાયો હતો.