શોધખોળ કરો

Surat: સુરતમાં દિલ્હીના કંઝાવાલા જેવી ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, જાણો વિગત

એલસીબી ટીમે આરોપી બિરેશ શીવાભાઈ લાડુમોરને ઝડપી લીધો છે. તેને મુંબઈથી પકડવામાં આવ્યો. અકસ્માત બાદ તેણે 12 કિમી સુધી બોડી ઘસડી હોવાનો એફએસએલની તપાસમાં ખુલાસો થયો હતો.

Surat: દિલ્હીના કંઝાવલામાં જે હિટ એન્ડ રનની કાળજુ કંપાવનારી ઘટનામાં કારચાલકે એક યુવતીને પોતાની કાર સાથે ઢસડી હતી. યુવતી કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ કારચાલકને જાણ સુદ્ધા નહોતી થઈ અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને હવે આવી જ એક ઘટના સુરતના પલસાણામાં બની હતી.એક દંપતી બાઈક પર પસાર થઈ રહ્યુ હતું ત્યારે કારચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક ચાલકનો મૃતદેહ 12 કિ.મી. દૂરથી ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ દર્દનાક ઘટનામાં પોલીસ પણ હત્યારા કારચાલકને શોધવા ઝઝૂમી રહી હતી. આવામાં એક યુવાને પોલીસને એક વીડિયો આપ્યો  હતો. જે બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. એલસીબી ટીમે આરોપી બિરેશ શીવાભાઈ લાડુમોરને ઝડપી લીધો છે. તેને મુંબઈથી પકડવામાં આવ્યો. અકસ્માત બાદ તેણે 12 કિમી સુધી બોડી ઘસડી હોવાનો એફએસએલની તપાસમાં ખુલાસો થયો હતો.

સુરતના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામ પાસેથી કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત પછી મૃતક યુવકના પત્ની રોડ પર પડી ગયા હતા. પરંતુ બાઈક ચાલક સાગર પાટિલ કથિત રીતે કાર સાથે લગભગ 12 કિમી સુધી ઢસડાયા હતા. સાગર અશ્વિનીને લઈને સુરત જઈ રહ્યા હતા.સાગર પાટિલના પત્ની અશ્વિની પાટીલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સાગર પાટિલનો જીવ બચી શક્યો નહોતો. સાગર પાટિલનો મૃતદેહ પણ બે દિવસ પછી ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો. મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસ શરુ કરી હતી.

જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો

સુરત પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના એક જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોની મદદથી પોલીસને કારનો નંબર મળી શક્યો જેના આધારે આરોપીના ઘર સુધી પોલીસ પહોંચી શકી હતી.  

મહિના પહેલા લગ્ન કરનારી યુવતી રાત્રે જાગી ત્યારે પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

સુરતના સચીન નજીક પાલી ગામમાં રહેતા અને માત્ર એક મહિના અગાઉ પ્રેમલગ્ન કરનારા યુવકે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. મૂળ બિહારના અને હાલ સુરતના સચીન નજીક પાલી ગામમાં રહેતા પ્રદીપકુમાર રામે એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. મોડી રાતે પત્ની ઉંઘી ગયા બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. રાત્રે પત્નીની આંખ ઉઘડી ત્યારે પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા બુમાબુમ કરી હતી. જેને લઈ પડોશીઓ એકત્ર થયા હતા. મૃતક સુરતમાં છુટક મજૂરી કરતો હતો. તેણે દેવું થઈ જતા વતનમાં માતાને ફોન કરી 35 હજારની જરૂર છે તેમ કહ્યું હતું. પણ માતાએ પૈસાની સગવડ નથી તેમ કહ્યા બાદ આત્મહત્યા કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget