શોધખોળ કરો
Surat Lok Sabha Seat Winner: જાણો કોણ છે મુકેશ દલાલ? જેમણે લોકસભા ચૂંટણીમાં મતદાન પહેલા જ જીત હાંસલ કરી
Surat Lok Sabha Seat: સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. તેમની સામે કોઈ ઉમેદવાર બાકી ન હોવાથી આવું થયું.

એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ થયું તો બીજી તરફ બસપાના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
1/9

મુકેશ દલાલને પણ વિજયનું પ્રમાણપત્ર મળ્યું છે. મુકેશ દલાલ સુરતમાં પાર્ટીનું જાણીતું નામ છે. તેઓ સુરત ભાજપના મહામંત્રી છે.
2/9

મુકેશ દલાલ સુરત શહેર ભાજપ મહાસચિવ અને SDCA સમિતિના સભ્ય છે. તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે.
3/9

મુકેશ દલાલે અગાઉ ભારતીય જનતા યુવા મોરચામાં રાજ્ય સ્તરે કામ કર્યું હતું. તેઓ ભાજપના શહેર કાર્યકારી સભ્ય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3-ટર્મ કાઉન્સિલર, 5-ટર્મ સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. તેઓ 3 વર્ષથી શહેર ભાજપના મહામંત્રી છે.
4/9

મુકેશ દલાલ મોઢ વણિક સમુદાયના છે. તેઓ ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના પૂર્વ ચેરમેન છે. દલાલ ગુજરાત ભાજપના વડા અને નવસારીના સાંસદ સીઆર પાટીલના નજીકના ગણાય છે.
5/9

ડબલ ગ્રેજ્યુએટ અને ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે. છેલ્લા 43 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તાના રૂપમાં ફરજ નિભાવી રહ્યા છે.
6/9

. પાલ વિસ્તારથી તેઓ સતત ત્રણ ટર્મથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. પાંચ ટર્મ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. સાડા ત્રણ વર્ષથી તેઓ સુરત મહાનગરપાલિકાના મહામંત્રી તરીકે નિયુક્ત રહ્યા છે. મુકેશ દલાલની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેઓ બીકોમ, ડબલ એમબીએ (ફાઇનાન્સ અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ), ટેક્સેશનમાં એલએલબી કર્યું છે.
7/9

મુકેશ દલાલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ અને સુરત ક્રિકેટ એસોસિએશનમાં એક્ઝિક્યુટિવ સભ્ય છે. તેઓ સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં એક્ઝિક્યુટિવ સભ્ય છે. ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ કમિટીમાં મુકેશ દલાલ સભ્ય છે. મુકેશ દલાલ સુરત પીપલ્સ બેંકમાં ડાયરેક્ટર રહી ચૂક્યા છે.
8/9

મુકેશ દલાલ જૂન 1981થી ભાજપમાં જોડાયેલા છે
9/9

તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર
Published at : 22 Apr 2024 05:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
