શોધખોળ કરો
Advertisement
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
આ ભવ્ય ધાર્મિક ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેવાની ધારણા છે. આ દિવસે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
Ahmedabad rain forecast: ભગવાન જગન્નાથની 147મી વાર્ષિક રથયાત્રા 7 જુલાઈ, ગુરુવારના રોજ ધામધૂમથી નીકળશે. આ ભવ્ય ધાર્મિક ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેવાની ધારણા છે. આ દિવસે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આ દિવસે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી
- રથયાત્રા (7 જુલાઈ): અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ સંભવિત.
- આજે રેડ અલર્ટ: સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા.
- આજે ઓરેન્જ અલર્ટ (અતિ ભારે વરસાદ): પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ
- આજે યેલો અલર્ટ (ભારે વરસાદ): રાજકોટ, મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર
- દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થતાં વરસાદની શક્યતા.
- આવતીકાલનો અંદાજ: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ગાંધીનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ સંભવિત.
- સૌરાષ્ટ્ર: આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ શક્ય.
- માછીમારોને સૂચના: આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવો.
આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની (Heavy Rain) હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કહી છે કે, આવનારા 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain Forecast) પડશે.
અંબાલાલ પટેલની આગાહી
- દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
- પંચમહાલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે.
- 7 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે.
- અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
- રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
- બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે 8થી 14 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
- અષાઢી પાંચમે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
- 15 તારીખે બંગાળનાં ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદ લાવશે.
- તારીખ 25 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
- રાજ્યના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement