Surat: સુરતમાં અધધધ બેનામી આવક, સુરાના અને કન્સલ ગૃપ પાસેથી 250 કરોડથી વધુના ડૉક્યૂમેન્ટને કરાયા જપ્ત
સુરતમાં આઇટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સુરત શહેરમાં વધુ એક મોટી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે
Surat News: સુરતમાં આઇટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સુરત શહેરમાં વધુ એક મોટી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના બે મોટી બિઝનેસ ગૃપ પર આઇટી વિભાગે છેલ્લા પાંચ દિવસથી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં હવે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવ્યા છે. આજની કાર્યવાહીમાં 20 બેન્ક લૉકર, જ્વેલરી, અન્ય રોકાણ સાથે 250 કરોડથી વધુના ડૉક્યૂમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે.
સુરતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છેલ્લા પાંચ દિવસથી દરોડાની કાર્યવાહી કરી રહ્યુ છે, આ કાર્યવાહીમાં આજે શહેરના બે મોટી બિઝનેસ ગૃપ પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં બેહિસાબી આવક જપ્ત કરાઇ છે. શહેરના સુરાના અને કંસલ ગૃપને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. સુરાના ગૃપના પાંચ સ્થળો પર હજુ પણ સર્ચની કામગીરી યથાવત છે. આ પાંચ દિવસની કાર્યવાહીમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવ્યા છે. વધુ 10 કરોડ રૂપિયા રોકડા અને અને જ્વેલરી મળી આવ્યા છે. સુરાના અને કંસલ ગૃપના 20 બેંક લૉકરો અત્યાર સુધી સીઝ કરવામાં આવ્યા છે, અત્યાર સુધી બંને ગૃપને ત્યાંથી 250 કરોડના દસ્તાવેજો મળી આવ્યા છે. આ ગૃપના દરોડામાં મોટાપાયે જમીન ખરીદી, શેરબજારમાં રોકાણ, રોકડમાં સોદાની ડાયરી મળી આવી છે. કૉમ્પ્યુટર સૉફ્ટવેરમાંથી પણ આઈટી વિભાગને માહિતી મળી આવી છે. કુલ 22 સ્થળો પર આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવી હતી. હજુ પણ શુક્રવારથી સતત સર્ચની કામગીરી ચાલતી છે.
સુરાના અને કંસલ ગ્રુપના બેંક ખાતા સીઝ, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા
સુરત શહેરના જાણીતા બિલ્ડર સુરાના અને કંસલ ગ્રુપમાં ઈન્કમટેક્સ દ્વારા હાથ દરવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળ્યા છે. કાર્યવાહીમાં 100 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે શનિવારે મોડી રાત સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત હતી. દરોડાની પ્રક્રિયામાં 16 બેંક ખાતા સીઝ કરાયા છે અને 4 કરોડની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. સર્ચની પ્રાથમિક તપાસમાં જ મોટા પાયે ગેરરીતિ મળતા વધુ મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.
સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ શુક્રવારે વહેલી સવારે શહેરના મોટા હજાના બિલ્ડર ગણાતા સુરાના અને કંસલ ગ્રુપમાં દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. જે શનિવારે પણ યથાવત રહી હતી. સુરત ઈન્કમ ટેક્સ ડીડીઆઈ વિંગ દ્વારા હાથ ધરવાં આવેલા સર્ચ ઓપરેશનની પ્રાથમિક તપાસમાં જ મોટા પાયે કરટોરી આચરવામાં આવી હોવાની દ્રઢ શંકા સાચી ઠરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બંને ગ્રુપના 100 કરોડ રૂપિયાના વ્યવહારો શંકાસ્પદ હોવાનુ જણાઈ આવતાં 16 બેંક એકાઉન્ડને સીઝ કરવામાં આવ્યા છે, જ્યારે 4 કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી છે.
સુરતમાં મોટા કમર્શિયલ પ્રોજેક્ટ નિર્માણ માટે જાણીતા સુરાના અને કંસલ ગ્રુપને આઈટી સકંજામાં લેતા બિલ્ડરોના ઘરે, ઓફિસ, સ્ટાફના મકાન સહિત અનેક ઠેકાણા પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દિવાળી બાદ એકાએક સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ અલગ અલગ ક્ષેત્રની વ્યવસાયિક પેઢીઓ પર પર હાથ ધરવામાં આવેલ તપાસના પગલે અન્ય વ્યવસાય વર્ગમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
તાજેતરમાં વલસાડ અને દાદરા નગર હવેલી સેલવાસ ખાતે આવેલી આર.કેબલ નામની કંપની પર વડોદરા, અમદાવાદ તથા સુરત ઇન્કમટેક્સ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. કેબલ ગ્રુપના રમેશ કાબરા તથા અન્ય ડિસ્ટ્રીબ્યુટરના 40 જેટલા સ્થળો પર અસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજ્યસભામાં ઝારખંડમાંથી કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ સાથે સંકળાયેલી કંપનીઓ પર ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ત્રણ દિવસથી ચાલી રહી છે. આ દરોડામાં આઈટીના એક જ ઓપરેશનમાં કાળા નાણાંની અત્યાર સુધીમાં ઈતિહાસની સૌથી મોટી જપ્તી કરાઈ છે. ઓડિશાની કંપનીના સંકુલમાંથી અત્યાર સુધીમાં રૂ. 3૦૦ કરોડની રોકડની ગણતરી કરવામાં આવી છે. હજુ 7 રૂમ અને 8 લોકરની તપાસ કરવાની બાકી છે.