Surat News: સોનાની દાણ ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ફિલ્મી ઢબે પકડ્યો
Surat Crime News: સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા 10 મહિના બાદ ઝડપાયો હતો.પોલીસથી ભાગતો બળદેવ ઉર્ફે પાર્થ કોર્ટમાં સરેન્ડર થવા દુબઈથી નેપાળ પહોંચી બાયરોડ સુરત આવ્યો હતો
Latest Surat News: સોનાની દાણ ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ફિલ્મી ઢબે પકડ્યો હતો. 29 માર્ચ 2023 ના ડુમસ ખાતેથી SOG પોલીસે આંતરરાષ્ટ્રીય સોનાની દાણ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. SOG પોલીસે દુબઈથી સુરત લવાયેલા ૭.૧૫૮ કિગ્રા ૪.૨૯ કરોડ સોનાની પેસ્ટ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જયારે સોનુ મોકલનાર મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ગઈકાલે એસ.ઓ.જી પીઆઈ અશોક ચૌધરીને બાતમી મળી હતી કે આરોપી બલદેવ સરખેલિયા દુબઈથી નેપાળ બોર્ડર થઈ સુરત કોર્ટમાં સરન્ડર થવાનો છે. જે બાદ SOG પોલીસે અઠવાલાઇન્સ વિસ્તારમાં વોચ ગોઠવી ગુનાના મુખ્ય આરોપી બળદેવ સરખેલિયાને નાટ્યાત્મક ઢબે ઝડપી પાડ્યો હતો.
સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા 10 મહિના બાદ ઝડપાયો હતો.પોલીસથી ભાગતો બળદેવ ઉર્ફે પાર્થ કોર્ટમાં સરેન્ડર થવા દુબઈથી નેપાળ પહોંચી બાયરોડ સુરત આવ્યો હતો પણ તે કોર્ટમાં પહોંચે તે પહેલા જ એસઓજીએ પકડી લીધો હતો.એસઓજી તેને રિમાન્ડ માટે રજૂ કરશે તેમજ તેની ધરપકડ અંગે ડીઆરઆઈને પણ જાણ કરશે.
દુબઇથી અંડરવેરમાં બનાવેલા ગુપ્ત ખાના અને બુટમાં છુપાવીને લાવવામાં આવેલી રૂ.4.29 કરોડની સોનાની પેસ્ટ સાથે ફેનીલ રાજેશ માવાણી, નીરવ રમણીક ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો રમેશ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયાને સુરત શહેર એસઓજીએ ગત 29 એપ્રિલ 2023 ના રોજ ઝડપી પાડી સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.એસઓજીએ ત્યાર બાદ દાણચોરીથી સોનું મંગાવનાર વિશાલ ઉર્ફે વિક્કી ધીરુભાઈ ગાબાણીની પણ ધરપકડ કરી હતી.એસઓજીની તપાસમાં સોનાની આંતરરાષ્ટ્રીય દાણચોરીનો સૂત્રધાર બળદેવ ઉર્ફે પાર્થ શર્મા હોવાનું અને તે દુબઈમાં રહી રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
એસઓજીએ તેની તપાસ કરી હતી પણ તે મળ્યો નહોતો.
દરમિયાન, એસઓજીને બાતમી મળી હતી કે બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખભાઈ સખરેલીયા કોર્ટમાં સરેન્ડર થવાનો છે. જોકે તે પહોંચે પહેલા જ પકડી લીધો હતો.પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા 10 મહિનાથી પોલીસથી ભાગતો રહી કંટાળી ગયો હતો.આથી કોર્ટમાં સરેન્ડર થવા માટે તે દુબઈથી હવાઈમાર્ગે નેપાળ પહોંચ્યો હતો અને ત્યાંથી બાયરોડ સુરત આવ્યો હતો.એસઓજી આવતીકાલે તેને રિમાન્ડ માટે રજૂ કરશે તેમજ તેની ધરપકડ અંગે ડીઆરઆઈને પણ જાણ કરશે.દુબઈથી સોનાની દાણચોરીનું નેટવર્ક ચલાવતા બળદેવ ઉર્ફે પાર્થ શર્માની પુછપરછમાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.