Surat News: સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે, 2 વર્ષના માસૂમનું 7માં માળેથી પટકાતા મોત
બે વર્ષીય બાળક બિલ્ડીંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો. સાતમા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
Latest Surat News: ડાયમંડ નગરી સુરતથી (diamond city surat) માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો (red signal case) સામે આવ્યો છે. રૂંવાટા ઉભા કરી દેનારી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ (live CCTV footage) સામે આવ્યા છે. ફૂટેજમાં બે વર્ષનું માસૂમ બાળક 7માં માળેથી પટકાતા (child falling from 7th floor of building) મોતને ભેટ્યું હતું. સુરતના પાલ વિસ્તારમાં ઘટના બની હતી.
માતા બાળકને કામ પર સાથે લઈ ગઈ હતી
પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગમાં ઘટના બની હતી. બિલ્ડીંગના સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું મોત થયું હતું. હાઉસકીપિંગનું કામ કરતી માતા બે વર્ષીય બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. માતા કામ કરી રહી હતી,તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું હતું. સાતમા માળેથી બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત થયું હતું.
બે વર્ષીય ભવ્ય બિલ્ડીંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો. સાતમા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબોએ બાળકના મૃત જાહેર કર્યો હતો. હચમચાવનારી આ ઘટના અન્ય માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો છે. પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.