Surat News: વોટ્સએપ પર આવતી અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા વિચારજો, ટાસ્કના બદલામાં કમિશન મેળવવા જતા હીરાના કારખાનેદારે રૂ.7.96 લાખ ગુમાવ્યા
Surat News: સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની અને સુરતમાં સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવક હીરાનું કારખાનું ધરાવે છે.
Surat News: સુરતમાં ટાસ્કના બદલામાં કમિશન મેળવવા જતા હીરાના કારખાનેદારે રૂ.7.96 લાખ ગુમાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. અલગ અલગ પ્રોડક્ટનો ઓર્ડર મોલ માટે પૂરો કરવા મૂળ બોટાદના વતની અને સિંગણપોરમાં રહેતા કારખાનેદાર પાસે ટાસ્ક લેવા માટે શરૂઆતમાં નજીવી રકમનું રિચાર્જ કરાવી ટોળકીએ બાદમાં ખેલ કર્યો હતો. કારખાનેદારે ઓનલાઈન અર્નિંગ સર્ચ કરી લિંક ક્લિક કરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની અને સુરતમાં સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવક હીરાનું કારખાનું ધરાવે છે અને તેમની ઓફિસ મહિધરપુરા હીરાબજારમાં આવેલી છે.ગત 4 નવેમ્બરના રોજ તે ગુગલ પર ઓનલાઈન અર્નીંગ અંગે સર્ચ કરતા હતા ત્યારે અર્ન ડીજીટલી સર્ચ કરતા એક લિંક મળી તેના પર ક્લિક કરતા તેમાં ધ મોસ્ટ પ્રોફીટેબલ ન્યુ વે ટુ અર્ન મની બાય ડુઈંગ પાર્ટટાઈમ જોબ્સ એટ હોમ લખ્યું હતું.આનંદભાઈએ તેની સાથેના વ્હોટ્સએપ નંબરની લીંક ક્લીક કરતા એક મોબાઈલ નંબરનું વ્હોટ્સએપ ઓપન થયું હતું.તેમાં તેમણે મેસેજ કરતા લવલોકલમાંથી પ્રબાકરને વાત કરી હતી.
તેણે અલગ અલગ પ્રોડક્ટનો ઓર્ડર મોલ માટે પૂરો કરવાના ટાસ્કના બદલામાં રૂ.80 થી 100 નું કમિશન મળશે કહી આનંદભાઈને પાર્ટટાઈમ જોબ માટે તૈયાર કરી ન્યુએપ ડાઉનલોડ કરાવી ટાસ્ક લેવા માટે શરૂઆતમાં રૂ.160 નું રિચાર્જ કરાવ્યું હતું.ત્યાર બાદ ટાસ્ક આપી તેનું કમિશન જમા કરાવી વધુ ટાસ્ક માટે કુલ રૂ.8,07,417 રિચાર્જ કરાવી રૂ.11,875 વિડ્રો કરવા દીધા હતા.બાદમાં બાકીના રૂ.7,95,542 વિડ્રો કરવા માટે વધુ મોટી રકમનું રિચાર્જ કરવા કહેતા આનંદભાઈને છેતરાયાની જાણ થઈ હતી.આ અંગે તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં કરેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ઠગ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરત સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવાન ડ્રાઈવર રહસ્યમય સંજોગોમાં ઇજા પામેલી હાલતમાં મળતા સારવાર દરમિયાન મોતને ભેટયો હતો. ડ્રાઇવરને માર મારી તેની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચોઃ
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એલઆઈસીની આ ખાસ પોલિસીમાં કરો રોકાણ, જાણો વિગત
ઈરાકમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગતાં 14 વિદ્યાર્થીઓના મોત, 18 ઘાયલ
અસલી જિંદગી પર આધારિત આ વર્ષની 5 શાનદાર વેબ સીરિઝ, રૂંવાડા ઉભા કરી દેશે કિન્નરની કહાની