![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'અમારા દીકરાને આભુષણોમાં તોલવાનો છે' કહીને 3 ઠગોએ સ્વામિનારાયણના સ્વામિ પાસેથી 12 લાખના દાગીના લૂંટ્યા
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામિ છેતરપિંડીનો ભોગ બન્યા છે
!['અમારા દીકરાને આભુષણોમાં તોલવાનો છે' કહીને 3 ઠગોએ સ્વામિનારાયણના સ્વામિ પાસેથી 12 લાખના દાગીના લૂંટ્યા Surat News: Three Thugs faced to swaminarayan mandir in kapodra area, more than 12 lakh looted 'અમારા દીકરાને આભુષણોમાં તોલવાનો છે' કહીને 3 ઠગોએ સ્વામિનારાયણના સ્વામિ પાસેથી 12 લાખના દાગીના લૂંટ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/3e1e74041680665a972a8d9a55ce9bfb169752228901277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News: સુરતમાંથી વધુ એક ચોંકાવનારી ગુનાખોરીને ઘટના સામે આવી છે અહીં સ્વામિનારાયણ મંદિરના સ્વામને ત્રણ ઠગોએ લૂંટી લીધા છે. ખરેખરમાં, ત્રણ શખ્સઓે કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામિને પહેલા વિશ્વાસમાં લીધા અને ફોટો સેશનની વાત કરી હતી, બાદમાં તેમના દીકરાને આભુષણોમા તોલવાનું કહીને તમામ દાગીના સગેવગે કરીને નાસી છૂટ્યા હતા, ત્રણ ઠગો સ્વામિ પાસેથી 12 લાખના દાગીના લૂંટીને ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતા પ્રમાણે, સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામિ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ખરેખરમાં વાત એમ છે કે, સુરત શહેરના અશ્વનિકુમાર રૉડ પર રૂસ્તમબાદમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં જ્યારે સ્વામિ ન્યાલકરણદાસજી પૂજાપાઠ કરી રહ્યાં હતા, તે સમયે એક યુવકનો ફોન તેમના પર આવ્યો હતો. જેને પોતાનું નામ શૈલેષ છગનભાઇ ઉઘાડ અને ખુદ અમદાવાદનો હોવાનું જણાવ્યુ હતુ.
આ પછી સુરતના કાપોદ્રા વિસ્તારમાં મંદિરના સ્વામિને ત્રણ ઠગોનો ભેટો થયો હતો. તેઓ પોતાના દીકરાને આભુષણોમાં તોલવાનો છે કહીને મંદિરના સ્વામિ પાસે 12 લાખના દાગીના લઇને 2 ઠગો ફરાર થઇ ગયા હતા. કાપોદ્રા પોલીસે ફરિયાદના અત્યારે તપાસ કરી રહી છે. કાપોદ્રાના સ્વામિનારાયણ મંદિરના સ્વામિને 3 ઠગોનો ભેટો થઈ ગયો, આ ત્રણેય શખ્સોએ પહેલા સ્વામિને વિશ્વાસમાં લીધા હતા, અને તેમને કહ્યું કે, ‘મારા ઘરે દીકરો અવતર્યો છે, જેને આભુષણોમાં તોલવાનો છે’, આ પછી એક યુવકે સ્વામિને કહ્યું કે, અમારે આ માટે પહેલા ફોટો સેશન કરવું છે, આ માટે દાગીના લીધા હતા, ફોટો સેશન અને તોલવા માટે સ્વામિ પાસેથી આ ઠગોએ 12.43 લાખ રૂપિયાની કિંમતના દાગીના લીધા હતા, દાગીના આવી ગયા બાદ ત્રણેયે સ્વામિને બરાબર વાતોમાં ભેળવ્યા હતા, અને બાદમાં રૂમના પાછળના દરવાજેથી ત્રણેય નાસી ગયા હતા.
'જૈન મૂનિ આશિર્વાદ આપશે, વિધિ કરવી પડશે' કહીને ધારાસભ્યને છેતરવા આવેલી ટોળકી ઝડપાઇ
જામનગર દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી છેતરપિંડીનો ભોગ બનતા બનતા બચ્યા છે. દિવ્યેશ અકબરી પાસે કેટલાક ઠગ મારફતે પ્રમૉશનની લાલચ આપીને નાણાં પડાવવાનો ખેલ પાડવામાં આવ્યો હતો, જોકે, ધારાસભ્યની સમયસૂચકતા અને સતર્કના કારણે ખેલનો પર્દાફાશ થઇ ગયો, આ મામલે પોલીસે એક શખ્સ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, જામનગર શહેરના દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને લઇને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં ધારાસભ્ય દિવ્યેશ અકબરીને એક ઠગ ગેન્ગ મારફતે પ્રમૉશનની લાલચ આપવામાં આવી હતી, જોકે, પ્રમૉશનની લાલચ આપીને નાણાં પડાવવાનો ખેલ નિષ્ફળ રહ્યો હતો. કેટલાક ઠગ દ્વારા દિવ્યેશ અકબરીને જૈન મૂનિ આપશે કહીને વિધિ કરાવવાની વાત કહેવામાં આવી હતી, આ વિધિમાં પૈસાના કવરની પણ વાત આવી અને આ મામલે ધારાસભ્યને ખબર પડી કે આ આખી બાબત ઠગ ટોળકી છે, જે પછી ધારાસભ્યએ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે અમરેલીના એક શખ્સને ઝડપી પાડ્યો અને કાર્યવાહી કરી હતી, જોકે, બાદમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, આ ઠગ ટોળકીનો અમરેલીનો શખ્સ રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોને ફોન કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતો હતો. જામનગરના ધારાસભ્યની સતર્કતાને કારણે આ આખી છેતરપિંડીના મામલાનો ભેદ ખુલ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)