શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે ટ્યુશન બંધ થતાં સુરતના શિક્ષકે કમાણી માટે અપનાવ્યો એવો રસ્તો કે જાણીને ચોંકી જશો
સુરતમાં કોરોનાને કારણે ટ્યુસન બંધ થતાં શિક્ષકે ટ્યુશન કલાસમાં જ જુગારધામ ચાલુ કર્યું હતું. ટ્યુશન સંચાલક સહિત 7 જુગરિયાઓની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. કોરોનાને કારણે ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને ત્યારથી સ્કૂલ-કોલેજો હજુ સુધી નિયમિત રીતે શરૂ થઈ નથી. એટલું જ નહીં ટ્યુશન ક્લાસિસ ચલાવવાની હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે સુરતમાં કોરોનાને કારણે ટ્યુસન બંધ થતાં શિક્ષકે ટ્યુશન કલાસમાં જ જુગારધામ ચાલુ કર્યું હતું. ટ્યુશન સંચાલક સહિત 7 જુગરિયાઓની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે રેડ દરમિયાન 64500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ ટ્યુશનમાં વિદ્યાર્થીઓ બોલાવી ન શકાતા જુગરિયાઓને બોલાવી આવક શરૂ કરી હતી. પોલીસે સોનાણી ટ્યૂશન કલાસમાં રેડ કરી હતી. જેમાં ટ્યુશન સંચાલક ધર્મેશ સોનાણી સહિત 7 ની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ છે.
મૂળ ભાવનગર જિલ્લાના કલ્યાણપુરાના અને કતારગામની શાંતીનગર સોસાયટીમાં રહેતા તેમજ સ્વસ્તિત ઓર્કેટમાં સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગારધામ રમાડતા ધર્મેશ મનજીભાઈ સોનાણી(ઉં.વ.42) અને અન્ય છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ છ લોકોને ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમવા બોલાવ્યા હતા. જેમાં અન્ય લોકો પાસેથી ધર્મેશ નાળ પેટે પૈસા ઉઘરાવતો હતો. પાના વડે જુગાર રમતા હતા, ત્યારે પોલીસની રેડ પડી હતી, જેમાં અંગ ઝડતીમાં રૂપિયા 32,970 તથા દાવ પરના રોકડા 940 રૂપિયા તથા નાળના રોકડા રૂપિયા એક હજાર તેમજ સાત મોબાઇલ કિંમત રૂપિયા 29,500 સહિત કુલ 64,410નો મુદ્દાબબાલ પકડાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement