શોધખોળ કરો

Surat: સુરતમાંથી આંતર રાજ્ય ઈરાની ગેંગના 3 શખ્સો ઝડપાયા, બેંકમાં આ રીતે લોકોને બનાવતા નિશાન

સુરતમાં ઉમરા પોલીસને મોટી સફળતા મળી છે.  આંતર રાજ્યમાં ચીટિંગ કરતી ઈરાની ગેંગ ઝડપાઇ છે. ઉમરા પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.  બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા છે.  

સુરત: સુરતમાં ઉમરા પોલીસને મોટી સફળતા મળી છે.  આંતર રાજ્યમાં ચીટિંગ કરતી ઈરાની ગેંગ ઝડપાઇ છે. ઉમરા પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.  બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા છે.  ઈરાની ગેંગ દ્વારા બેંકને ટાર્ગેટ કરવામાં આવતી હતી. ગેંગના માણસો બેંકમાં પહેલાથી વોચ રાખતા હતા. એકલ દોકલ વ્યક્તિને કોઈને કોઈ વાતમાં ભોળવી ચીટિંગ કરતા હતા.  લોકોને મદદ કરવાના બહાને રૂપિયા સેરવી લેતા હતા. ત્રણેય ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. 

ઈરાની ગેંગના ત્રણ આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી

આંતર-રાજ્ય ઈરાની ગેંગના ત્રણ આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ સહિત 1.46 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસે તપાસમાં હાલ જ થોડા દિવસ અગાઉ અઠવાગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલા ખેડૂતને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે તેમ કહી મદદ કરવાના બહાને નજર ચૂકવી 500ના દરની 31 જેટલી નોટો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેમાં એક પિતા-પુત્રનો પણ સમાવેશ થાય છે.

મદદના બહાને નજર ચૂકવી ચોરી કરી હતી

સુરત ACP ના જણાવ્યા અનુસાર,  થોડા દિવસો પહેલા સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાનભાઈ રાઠોડ અઠવાગેટ ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. બેકમાં આવેલા કેશ કાઉન્ટર પરથી તેઓએ 1.50 લાખ રૂપિયા જેટલી રકમ વિડ્રોલ કરી હતી. જે દરમ્યાન અહીં અજાણ્યો શખ્સ આવી ચઢ્યો હતો. જે શખ્સે ખેડૂતને જણાવ્યું હતું કે, તમારા નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી દેખાય છે. તેમ કહી મદદ કરવાના બહાને ખેડૂતને વાતોમાં ભોળવી 31 જેટલી 500 ના દરની નોટો નજર ચૂકવી ચોરી કરી લીધી હતી. 

ઉમરા પોલીસને માહિતી મળી હતી કે, આ ઘટનાને અંજામ આપનારા અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાજ્ય ઈરાની ગેંગના જ સભ્યો છે. જે ગેંગના ત્રણેય માણસો ઉમરાગામમાં હાલ ફરી રહ્યા છે. જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોચ ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget