શોધખોળ કરો

સુરતઃ થાઈ યુવતીના રહસ્યમય મોતના કેસમાં આવ્યા અત્યાર સુેધીના મોટા સમાચાર, તપાસમાં શું થયો મોટો ખુલાસો?

આ રહસ્યમય મોતના કેસમાં પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. છ દિવસ બાદ SITની રચના કરી પુરાવા મળતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હવે આ દિશામાં વધુ તપાસ થશે.

સુરત: ગત રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ રહસ્યમય મોતના કેસમાં પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. છ દિવસ બાદ SITની રચના કરી પુરાવા મળતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હવે આ દિશામાં વધુ તપાસ થશે. થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એલ. સાળુંકે, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેકટર સી.આર. દેસાઇ અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એ.કે. કુવડીયાની નિમણુંક કરવામાં આવી છે. થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં સત્ય સુધી પહોંચવા પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે આ કેસમાં ચેતન નામના નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ છે. વનીદાની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી લાશ મળી આવી તેના ગણતરીના કલાકો પૂર્વે એટલે કે શનિવારે રાત્રે 1.30 વાગ્યે વનીદાએ ચેતન નામના યુવાનને લાઇન એપ્લિકેશન પરથી વિડીયો કોલ કર્યો હતો. ચેતન વેસુ વિસ્તારના સ્પામાં મેનેજર છે અને તેનો પરિવાર વરાછા વિસ્તારમાં રહે છે. ચેતન પોતે મગદલ્લા વિસ્તારમાં જ ભાડાના મકાનમાં રહે છે. વનીદાએ તેને અડધી રાત્રે શું કરવા કોલ કર્યો એ સવાલનો જવાબ મેળવવા પોલીસે મથામણ શરૂ કરી છે. વનીદાનું શોર્ટ સર્કીટથી આગ લાગવાથી થયું હોવાનો પહેલો દાવો કરાતો હતો પણ ડીજીવીસીએલના અધિકારીએ પોલીસ સમક્ષ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો ઈન્કાર કર્યો છે. એ પછી હવે ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરે પણ ઇન્કાર કર્યો હતો. જોકે, હવે હત્યાનો ગુનો દાખલ થતા આ દિશામાં તપાસ થશે. મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા બુર્સોના ઉર્ફે મીમ્મીની હત્યા થઈ કે અકસ્માત મોત થયું તેના ભેદ ઉકેલવા માટે મથામણ કરી રહેલી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. વનીદા ઉર્ફે મીમ્મીના અપમૃત્યુ કેસમાં એફએસએલ, ફોરેન્સીક મેડિકલની ટીમ, ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરને સાથે રાખી તપાસ કરાઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget