શોધખોળ કરો

Surat: સાયબર ક્રાઇમથી બચવા પોલીસ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપશે આ ખાસ તાલીમ, જાણો

ઓનલાઇન છેતરપિંડી, ગુનાખોરી, સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓને થતી અટકાવવા અને તેનાથી બચવા માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે

Surat: દિવસે દિવસે દેશ અને રાજ્યમાં વધી રહેલી સાયબર ક્રાઇમની ઘટનાઓથી લોકોમાં ભય ફેલાયો છે. હવે આ મામલે પોલીસે અનોખી પહેલ કરીને લોકોને જાગૃત કરવા કામ હાથ ધર્યુ છે. હાલમાં જ રિપોર્ટ છે કે, આ મામલે હવે સુરત પોલીસે એક અનોખી અને સારી પહેલ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ઓનલાઇન છેતરપિંડી, ગુનાખોરી, સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓને થતી અટકાવવા અને તેનાથી બચવા માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમથી બચવા સુરત પોલીસ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપશે. આજે ઇન્ડોર સ્ટેડિયમમાં સાયબર સંજીવની 2.0 કાર્યક્રમ યોજાશે. આમાં 7 હજાર શિક્ષકોને પોલીસ સાયબર ક્રાઇમ ક્રાઇમ અને ફ્રૉડથી બચવા ખાસ તાલીમ આપશે. આ તમામ શિક્ષકો શાળાના બાળકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરશે. 

'પાર્ટ ટાઇમ જૉબ'ના મેસેજ બાદ મહિલા પાસેથી ભેજાબાજે ખંખેરી લીધા 15 લાખ રૂપિયા

રાજ્યમાં ઓનલાઇન અને સાયબર ફ્રૉડની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે આવી વધુ એક ચોંકાવનારી ઘટના ભાવનગરમાથી સામે આવી છે, અહીં કેટલાક ભેજાબાજ શખ્સોએ શહેરમાં કેટલાક લોકોને ઓનલાઇન જૉબ અને વર્ક ફ્રૉમ હૉમ આપવાના બહાને લાખો રૂપિયા ખંખરી લીધા છે, આ અંગે હવે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 

મળતી માહિતી પ્રમાણે, ભાવનગર શહેરમાં ફરી એક વખત એક મહિલા સાથે વિચિત્ર રીતે ઓનલાઇન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અહીં વર્ક ફ્રૉમ હૉમ દ્વારા સારી કમાણી થશે એવી લાલચ આપી કેટલાક ભેજાબાદ શખ્સોએ વેબસાઈટ પર રેટિંગ આપવાનું કહ્યું હતુ, અને બાદમાં મહિલા પાસેથી આ શખ્સોએ 15 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. માહિતી એવી છે કે, ફ્રૉડ કરનારા શખ્સોએ મહિલાને પહેલા ટેલિગ્રામ પર મેસેજ કર્યો હતો, આ મેસેજમાં મહિલાને વર્ક ફ્રૉ હૉમ અને પાર્ટ ટાઇમ જૉબ કરવા માંગો છે એવો મેસેજ લખેલો હતો. જોકે, મહિલાએ આ મેસેજના જેવો રિપ્લાય આપ્યો, કે તરત જ ફ્રૉડ કરનાર શખ્સોએ મહિલાને અલગ અલગ પ્રૉડક્ટ્સના રેટિંગ આપવાનું કહીને તેના બદલામાં કમિશન મળશે એવી તમામ પ્રકારની લાલચ આપીને મહિલાનું એકાઉન્ટ આમાં બનાવી લીધુ હતુ. ફ્રૉડ કરનારા શખ્સે પોતાનું નામ અશોક હોવાનું મહિલાને જણાવ્યુ હતુ. આમ કર્યા બાદ બાદ આ ઘટનામાં ફ્રૉડ કરનારા શખ્સે મહિલાને અલગ અલગ ચાર્જીસના બહાને 15 લાખ રૂપિયાથી વધુની રકમ ખંખેરી લીધી હતી. બાદમાં જ્યારે મહિલાને ખબર પડી કે તેની સાથે ફ્રૉડ થઇ રહ્યું છે તો મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. 

જો તમે WhatsApp પર ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તરત જ આ નંબર પર કરો કોલ, પરત મળશે તમામ રૂપિયા.....

એક તરફ ટેક્નોલોજીએ આપણાં ઘણાં કામો આસાન બનાવ્યાં છે, તો બીજી તરફ ક્યારેક આપણને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. જો કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ઘણી સાવચેતી રાખીએ છીએ, કારણ કે ખોટા નંબરથી આપણી કમાણી બીજાના હાથમાં જઈ શકે છે. જેના કારણે ઓનલાઈન પેમેન્ટમાં છેતરપિંડી થવાની આશંકા છે. ફક્ત લિંક પર ક્લિક કરવાથી રૂપિયા ઉડી જઈ શકે છે. દરરોજ આપણે ઓનલાઈન છેતરપિંડીના સમાચાર વાંચીએ છીએ, ચાલો આ સમાચારમાં જાણીએ કે ઓનલાઈન છેતરપિંડીમાં તમે તમારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકો છો?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓનલાઈન છેતરપિંડી અથવા સાયબર ક્રાઈમને રોકવા માટે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. તમે આ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તમે નેશનલ હેલ્પલાઈન નંબર 155260 પર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી શકો છો. તમે કોઈપણ ઑનલાઇન છેતરપિંડીનો સામનો કરો કે તરત જ આ નંબર પર કૉલ કરો. તે પછી તમે મંત્રાલયના સાયબર પોર્ટલ https://cybercrime.gov.in/ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો. જ્યારે પણ તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી જેવી કોઈ ઘટના બને છે, ત્યારે તમે જેટલી જલ્દી જાણ કરશો, એટલી જલ્દી સાયબર ટીમ કાર્યવાહી કરશે. ઓનલાઈન છેતરપિંડીના શરૂઆતના 2-3 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેટલી વહેલી તકે તમે ફરિયાદ દાખલ કરશો, તમારા પૈસા પાછા મળવાની શક્યતાઓ એટલી જ સારી છે.

તમે સાયબર ટીમને ઓનલાઈન છેતરપિંડી વિશે જાણ કરતાની સાથે જ તે એલર્ટ થઈ જાય છે. સૌ પ્રથમ, બેંકનો સંપર્ક કરીને, જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તે ખાતાને હોલ્ડ પર મૂકે છે. જેણે પણ આ સાથે છેતરપિંડી કરી છે, તે તે પૈસાનો ઉપયોગ કરી શકશે નહીં. તે વ્યક્તિ ન તો કોઈ વ્યવહાર કરી શકશે કે ન તો ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. ઓનલાઈન પેમેન્ટ કરવું જેટલું સરળ છે, તેટલું જ છેતરપિંડી થવાની સંભાવના છે. કહેવાય છે કે જ્યારે સાવધાની હટી દુર્ઘટના ઘટી. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે, કોઈપણ પેમેન્ટ કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. ઘણી વખત ફોનમાં બેંક ઓફર્સ સંબંધિત મેસેજ આવે છે, જેમાં લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આ છેતરપિંડીનો એક માર્ગ છે, તમારે તેમની સાથે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સાયબર છેતરપિંડીથી બચવા માટે, તમારે તમારા એકાઉન્ટને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું પડશે, સાથે જ તમારા એકાઉન્ટની માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. ફોનમાં આવતા OTP વિશે કોઈને જણાવવું જોઈએ નહીં. ઉપરાંત, કોઈપણ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, તમારે તમારા ખાતામાં થતી દરેક ગતિવિધિ પર નજર રાખવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget