શોધખોળ કરો

Surat: ડિઝાઈનરને પત્નિ પર હતી શંકા તો કરી નાંખી હત્યા, કઈ રીતે આત્મહત્યામાં ખપાવવા કર્યો પ્રયાસ ને ફૂટ્યો ભાંડો ?

સુરતના અડાજણના આધેડ વયના શંકાશીલ સ્વભાવ ધરાવતા ટેક્સટાઇલ ડિઝાઇનરે ઘરકંકાસમાં પત્નીને ટૂંપો દઇ હત્યા કરી હતી. 

સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી નાંખી હતી ને એ પછી પતિએ હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. અડાજણના માધવ પાર્કમાં બનેલી આ ઘટનામાં પતિ રજનીકાંત ચૌહાણ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આ કેસમાં પત્ની રાજેશ્રીબેનના બહેન પ્રતિભાબહેનને શંકા જતા પોલીસને રજુઆત કરી હતી ને તેના પગલે પોલીસે તપાસ કરતાં હત્યાનો પર્દાફાશ થયો હતો. પોલીસે રજનીકાંત સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપી પતિની કરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના અડાજણના આધેડ વયના શંકાશીલ સ્વભાવ ધરાવતા ટેક્સટાઇલ ડિઝાઇનરે ઘરકંકાસમાં પત્નીને ટૂંપો દઇ હત્યા કરી હતી.  હત્યા કરીને પુરાવાનો નાશ કરીને તેણે સંબંધીઓને સામેથી ફોન કરી જણાવ્યું કે પત્નીએ ફાંસો ખાઇ લીધો છે. મૃતકની બહેને ઘટના બાબતે શંકા જતાવતા પોલીસ તપાસમાં પીએમ રિપોર્ટમાં માર માર્યા બાદ ગળે ટૂંપો દઇ હત્યા કર્યાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.

અડાજણ માધવ પાર્કમાં 51 વર્ષીય રજનીકાંત છીતુભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની રાજેશ્રીબેન અને 17 વર્ષીય દીકરો જેસસ હતા. રજનીકાંત ટેક્સટાઈલ ડિઝાઈનર છે. રજનીકાંત શંકાશીલ સ્વભાવનો હોવાથી નાની-નાની વાતે રાજેશ્રીબેન સાથે ઝગડો કરતો હતો. તે નાની-નાની વાતે રાજેશ્રીબેન પર શંકા કરતો હતો. ભાઈબીજના દિવસે બપોરે રજનીકાંતે જેસિસને એક રૂમમાં પુરી દીધો હતો. ત્યાર બાદ રાજેશ્રીબેન સાથે ઝગડો કરીને આખા શરીરે મુઢ માર માર્યો હતો. ત્યાર બાદ રજનીકાંતે રાજેશ્રીબેનને કોટનની દોરીથી ફાંસો આપીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ રજનીકાંતે તમામ સંબંધીઓને ફોન કરીને જાણ કરી કે રાજેશ્રીબેને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે પહેલાં આરોપી રજનીકાંતે લોહી વગેરે સાફ કરીને પુરાવાનો નાશ કરી નાખ્યો હતો.

જો કે  પોસ્ટ મોર્ટમમાં ખબર પડી કે રાજેશ્રીબેનને માર માર્યા બાદ ટૂંપો આપીને હત્યા કરાઈ છે. અડાજણ પોલીસે પ્રતિભાબેનની ફરિયાદ લઈને રજનીકાંત વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે રાજેશ્રીની હત્યા કર્યા બાદ તેની બોડીને વાળથી ખેંચીને નીચે હોલમાં લાવી પુરાવાઓનો નાશ કર્યો હતો.

ટોપ સ્ટોરી

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget