Surat: સુરતમાં હાર્ટ અટેકથી વધુ બેના મોત, એક મહિલા અને યુવકનું હાર્ટ અટેકથી મોત
સુરતમાં વધુ એક મહિલાનું હાર્ટ અટેકથી મોત થયું છે
સુરતમાં વધુ એક મહિલાનું હાર્ટ અટેકથી મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં કનકપુરામાં 43 વર્ષીય નયના રાઠોડનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. મહિલા ટીવી જોઇ રહી હતી ત્યારે તેને હાર્ટ અટેક આવ્યો હતો. સચિન વિસ્તારમાં કનકપુરમાં રહેતી મહીલા ટીવી જોઈ રહી હતી ત્યારે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે ફરજ પરના હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
સુરતના સચિનમાં બનેલી અન્ય એક ઘટનામાં 27 વર્ષીય વિકાસ નામના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. યુવક ઘરમાં જમવા બેઠો હતો ત્યારે તે અચાનક બેભાન થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
Surat: સુરતમાં 50 હજારનો તોડ કરવા મામલે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની ધરપકડ
સુરતમાં તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પુણાના કેમિસ્ટ પાસે 50 હજારના તોડ કરવા મામલે કોન્સ્ટેબલ સહિત 3 જણાની ધરપકડ કરવામાં આવી હતી. પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પંકજ ડામોરની ધરપકડ કરાઇ હતી.
અર્ચના સ્કૂલ પાસે વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવતા ભવાની શંકરે ફરિયાદ કરી હતી. તેમનો આરોપ હતો કે તેમને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દોઢ લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ 50 હજારનો તોડ કરવામાં આવ્યો હતો. તેમણે આ મામલે પોલીસ કમિશ્નરમાં ફરિયાદ કર્યા બાદ ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી રૂપિયા પરત આપી દીધા હતા.
આ મામલે મેડીકલ સ્ટોરના વેપારી ભવાની શંકર રામલાલે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પંકજ નામના પોલીસકર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો અને ત્રણની ધરપકડ કરી હતી.
SURAT: સુરતમાં હિરાના વેપારીઓ સાથે 120 કરોડની છેતરપિંડી, હીરાના પાર્સલમાં નિકળ્યા ગુટકાના ટુકડા
SURAT: શહેરના મહિધરપુરાના હીરા વેપારીને ઝાંસો આપી હીરાદલાલે હીરાના પાર્સલમાં હીરાની જગ્યાએ ગુટકાના ટુકડા મૂકી રૂ. ૧.૨૦ કરોડની ઠગાઇ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો જ્યાં વેપારીની ફરિયાદના આધારે ઠગબાજ દલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટોકન પેટે ૨ લાખ ચૂકવ્યા હતા
અડાજણમાં દીપા કોમ્પ્લેક્સ સોસાયટીમાં અરિહંત વિલા બિલ્ડિંગમાં રહેતા રૂષભભાઇ ચંપકભાઇ વોરા હીરાના વેપારી છે. મહિધરપુરા- જદાખાડી ખાતે કનકશાંતિ બિલ્ડિંગમાં યુગ મહેતા સાથે તેઓ ભાગીદારીમાં ઓફિસ ચલાવે છે. છેલ્લા ચારેક માસથી દૂરના સંબંધી રાહિલ માંજની હીરાદલાલ તરીકે કામ કરતા હોય તેમણે રૂષભ વોરાની ઓફિસે આવી ધંધાકીય સંબંધો સ્થાપ્યા હતા. શરૂ-શરૂમાં તેઓ વચ્ચે બિઝનેસ બરાબર ચાલ્યો હતો. ત્યારબાદ ગત તા. ૧૩-૨-૨૩ના રોજ રાહિલે તેઓની ઓફિસે જઇ એક જ્વલેરી વેપારીને વધુ પ્રમાણમાં હીરાની જરૂરિયાત છે એમ કહી ૪૫.૯૧ કેરેટ વજનના હીરા લઇ ગયા હતા. ત્યારબાદ માર્કેટના નિયમ પ્રમાણે ૧૨.૦૮ લાખ વજનના હીરાનું પાર્સલ રાહિલને પરત પાર્સલ સીલબંધ હાલતમાં રૂપભ વોરાને આપી ગયો હતો અને ટોકન પેટે ૨ લાખ ચૂકવ્યા હતા અને બાકીનું ૧૦.૦૮ લાખનું પેમેન્ટ એક-બે દિવસમાં ચૂકવવાની ખાત્રી આપી હતી