શોધખોળ કરો
Surat: કેજરીવાલે સુરત એરપોર્ટ બહાર કોને જોઈને કાર રોકી? સુરતની જનતા માટે શું કહ્યું ?
કેજરીવાલ એરપોર્ટમાંથી કારમાં બહાર નિકળ્યા પછી આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરોની ભીડ જોઈને પોતાની કાર ઉભી રાખી હતી.
સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ કરેલા શાનદાર દેખાવના પગલે રોડ શો માટે દિલ્હીથી સુરત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલને આવકારવા એરપોર્ટ પર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો ઉમટી પડ્યા હતા.
કેજરીવાલ એરપોર્ટમાંથી કારમાં બહાર નિકળ્યા પછી આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરોની ભીડ જોઈને પોતાની કાર ઉભી રાખી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરોએ ‘વેલકમ, સર’ના નાદથી તેમને વધાવી લીધા હતા. આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો ફૂલહાર પહેરાવવા માગતા હતા પણ કેજરીવાલે તે પહેર્યો નહોતો.
કેજરીવાલે મીડિયા સાથે પણ વાત કરી હતી. સુરતની જનતાને તમે શું કહેશો એવો સવાલ થતાં કેજરીવાલે ‘ધન્યવાદ કરતે હૈં’ એવું કહ્યું હતું. સુરતની પ્રજાનો આભાર માનવા સુરત આવેલા કેજરીવાલનો સુરતમાં આજે રોડ શો છે. આ રોડ શો સારો રહેશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ રોડ શો માટે સુરત આવેલા અરવિંદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે સુરતના આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે કેજરીવાલે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો.
બપોરે 3:00 વાગે સુરતના વરાછાના મીનીબઝારમાં માનગઢ ચોકથી રોડ-શોનું પ્રસ્થાન કરશે. આ રોડ શોથી મીનીબજાર (માનગઢ ચોક)થી, હિરાબાગ, રચના સકઁલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા જશે અને ત્યાં રોડ-શો સમાપ્ત થશે. અહીં કેજરીવાલ જનસભાને સંબોઘન કરશે. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement