Surat : પતિ સાથે આડાસંબંધની શંકામાં પત્નીએ યુવતીને પકડીને વાળ કાપી નાંખ્યા ને પછી....
પત્નીને શંકા હતી કે વિસ્તારની અન્ય મહિલા સાથે તેના પતિના આડા સબંધ છે, જેથી મહિલાએ અન્ય મહિલાને વાળ પકડીને બજારમાં લઇ આવી હતી અને ત્યારબાદ તેને અન્ય લોકોના સહકારથી મારમારી હતી.
![Surat : પતિ સાથે આડાસંબંધની શંકામાં પત્નીએ યુવતીને પકડીને વાળ કાપી નાંખ્યા ને પછી.... Surat : woman beats girl after doubt affair with husband , video goes to viral Surat : પતિ સાથે આડાસંબંધની શંકામાં પત્નીએ યુવતીને પકડીને વાળ કાપી નાંખ્યા ને પછી....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/e8e656752326e664f315cc517f81a838_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે પતિ સાથે આડા સબંધના વહેમમાં મહિલાએ જાહેરમાં યુવતીના વાળ કાપતા યુવતીએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કડોદરા પોલીસે મહિલા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહિલાના વાળ કાપતા હોઈ એવો વિડીઓ પણ વિરલ થયો હતો.
સુરત જીલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા જીઆઈડીસી વિસ્તાર છે અને મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો અહી રોજગાર અર્થે વસવાટ કરે છે. ૨ દિવસ પહેલા કડોદરા વિસ્તારમાં એક વિડીઓ વાઈરલ થયો હતો, જેમાં એક મહિલા સહીત કેટલાક લોકો એક મહિલાના કાતરથી વાળ કાપી રહ્યા હોઈ અને મહિલાને મારી ગેરવર્તણુક કરતા હોઈ એવું દ્રશ્માન થઇ રહ્યું હતું. જોકે વિડીઓ પોલીસ પાસે પહોંચતા સમગ્ર ઘટના ની હકીકત બહાર આવી હતી.
વિડીઓમાં જે મહિલા હાથમાં કાતર લઇ અન્ય મહિલા ના વાળ કાપી રહી છે તે મહિલાના પતિ સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખી આ આખી ઘટના બની હતી. તાતીથૈયાના સોની પાર્ક વિસ્તારમાં પત્નીને શંકા હતી કે વિસ્તારની અન્ય મહિલા સાથે તેના પતિના આડા સબંધ છે, જેથી મહિલાએ અન્ય મહિલાને વાળ પકડીને બજારમાં લઇ આવી હતી અને ત્યારબાદ તેને અન્ય લોકોના સહકારથી મારમારી હતી. ત્યારબાદ તેના વાળ કાપી નાખ્યા હતા.
જોકે ઘટના બની ત્યારે લોકો ટોળું વળી મુક બધીર તમાશો જોઈ રહ્યા હતા. જોકે, ઘટનાનો વિડીઓ વાઈરલ થયો હતો, જેને લઇ પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ નોંધી ઘટનાને અંજામ આપનાર મહિલા સહીત અન્ય ત્રણ લોકો વિરુધ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી લીધી હતી.
Ahmedabad : રાજધાની એક્સપ્રેસના એટેન્ડેન્ટે સગીરાને કેબિનમાં લઈ જઈ પરાણે માણ્યું શરીરસુખ, અમદાવાદ ઉતરી ને....
અમદાવાદઃ ચાલુ ટ્રેનમાં સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજધાની એક્સપ્રેસમાં એટેન્ડેન્ટે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કાલુપુર રેલવે સ્ટેશન પર સગીરા ગુમશુમ બેસી રહેતા rpfની ટીમે પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો. પૂછપરછમાં સગીરાએ એટેન્ડેન્ટ દ્વારા દુષ્કર્મ આચર્યનો ખુલાસો કર્યો હતો.
એટેન્ડેન્ટ સગીરાને તેની કેબિનમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટેન્ડન્ટની હરકતથી સગીરા ડઘાઈ ગઈ હતી. તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી ત્યાં જ ગુમશુમ બેસી રહી હતી. જોકે, રેલવે પોલીસનું ધ્યાન પડતા સમગ્ર વિગતો બહાર આવી છે. સમગ્ર મામલે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી. અટેન્ડન્ટની ધરપકડ કરાઈ છે. બાદમાં કેસ જયપુર ટ્રાન્સફર કરી આરોપીને પણ ટ્રાન્સફર કરાયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)