શોધખોળ કરો

Surat: સુરતમાં મહિલાએ બ્રેઈનડેડ પતિના 5 અંગોનું દાન કરી માનવતા મહેંકાવી

સુરત: શહેરના કડોદરા સ્થિત જોલવા પાટીયાની બાલાજી સોસાયટી ખાતે રહેતા( મુળ.મહદેપુર ભોરી સંત રવિદાસનગર, ઉતરપ્રદેશ) ૪૩ વર્ષીય યુવાન રામજીભાઇ સંતલાલ ભિંદ સંચાના ખાતામાં કામ કરીને આજીવિકા મેળવતા હતા.

સુરત: અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ઉતરપ્રદેશના ભિંદ પરિવારના નિલમદેવી ભિંદેએ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના પતિ સ્વ.રામજીભાઇ સંતલાલ ભિદેની બે કિડની, લીવર અને બે આંખોનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે.
             
સુરત શહેરના કડોદરા સ્થિત જોલવા પાટીયાની બાલાજી સોસાયટી ખાતે રહેતા( મુળ.મહદેપુર ભોરી સંત રવિદાસનગર, ઉતરપ્રદેશ) ૪૩ વર્ષીય યુવાન રામજીભાઇ સંતલાલ ભિંદ સંચાના ખાતામાં કામ કરીને આજીવિકા મેળવતા હતા. ગત તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ સાંજે પોતાના ઘરના બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયા હતા. જેથી પરિવારજનો તત્કાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. વધુ સારવાર માટે તા.૨૦મીએ બપોરે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેઓને હેડ ઈન્જરી થયાનું નિદાન થયું હતું. 

Surat: સુરતમાં મહિલાએ બ્રેઈનડેડ પતિના 5 અંગોનું દાન કરી માનવતા મહેંકાવી

આઇસીયુમાં ૧૭ દિવસની સઘન સારવાર બાદ આજરોજ તા.૦૫મી ઓક્ટોમ્બરના રોજ બપોરે ૧.૧૫ વાગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિમેષ વર્મા, ડો.જય પટેલ, ડો.કેયુર પ્રજાપતિની તબીબી ટીમ દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા. તેમના પરિવારજનોને આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે બ્રેઈનડેડ સ્વ.રામજીભાઈના અંગોના દાનથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ સમજાવી અંગદાનની માહિતી આપી હતી. 
          
બ્રેઇનડેડ યુવાનના પરિવારમાં પત્નિ નિલમદેવી ભિંદ, મોટો દિકરો સુરજ ભિંદ,નાના દિકરો પવન ભિંદ અને દિકરી કાજલ ભિંદ છે. સ્વ.રામજીભાઇ ભિંદને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કરી અન્ય જરૂરિયાતમંદ પરિવારના બાળકોના પિતાની છત્રછાયાના ન ગુમાવે એવી ભાવના વ્યક્ત કરી હતી. દુઃખદ ઘડીમાં બ્રેઈનડેડ રામજીભાઈના પત્ની નિલમદેવીએ અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા હતા. આમ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. સુરત સિવિલ ખાતેથી બ્રેઈનડેડ યુવાનની બંન્ને કિડની અને લીવરનું દાન સ્વીકારીને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તથા બન્ને આંખોનું દાન નવી સિવિલ હોસ્પિટલની આઇસ બેંકે સ્વીકાર્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ, સફાઈ કર્મીઓ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે ૪૬મું સફળ અંગદાન થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget