શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ પતિથી અલગ રહેતી યુવતી સાથે યુવકે માણ્યું સેક્સ, યુવતીને પતિથી છૂટાછેડા લેવડાવ્યા અને પછી.....
સાબીરે યુવતીને તેના છૂટાછેડા થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી.
સુરતઃ સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી અને પતિથી અલગ રહેતી એક પુત્રની માતા યુવતીને એક યુવકે પતિથી છૂટછેડા લેવા ઉશ્કેરી હતી. યુવતી છૂટાછેડા લે તો લગ્ન કરવાનું કહી તેણે યુવતી સાથે વારંવાર સેક્સ માણ્યું હતું પણ છૂટાછેડા થઈ જતાં યુવકે લગ્નનો ઈન્કાર કરી દેતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઉમરવાડા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી 27 વર્ષીય મહિલાના લગ્ન સાત વર્ષ અગાઉ મહારાષ્ટ્રના એક યુવાન સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ તેમને પુત્ર થયો હતો. પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોય તેઓ છૂટા પડી ગયા હતા અને મહિલાએ સુરત આવી પોતાનો શાકભાજી વેચવાનો ધંધો ફરી શરૂ કર્યો હતો.
દોઢ વર્ષ અગાઉ રમઝાન માસમાં તેની શાકભાજીની લારી ઉપર મોહમ્મદ શાબીર જમાલુદ્દીન શેખ (હાલ રહે. આઇ/4, રૂમ નં.16, ચોથા માળે, નવી ટેનામેન્ટ, કમિટી હોલ પાસે, ઉમરવાડા, સુરત) શાકભાજી લેવા માટે આવતો હતો. તે સમયે બંને વચ્ચે શરૂઆતમાં મિત્રતા થઈ હતી અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયા હતા.
સાબીરે યુવતીને તેના છૂટાછેડા થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી અને તેની સાથે સેક્સ માણ્યું હતું. ત્યાર બાદ સાબીર યુવતીને અને તેના પુત્રને અલગ અલગ જગ્યાએ ફરવા માટે લઈ જતો હતો. સાબીર યુવતીના ઘરે આવીને પણ સેક્સ માણતો. શરીર સંબંધ બાંધતી વખતે સાબીરે લગ્ન કરવાની ખાતરી આપી હતી.
જૂન માસમાં યુવતીના છૂટાછેડા થઇ જતાં તેણે ત્યારબાદ સાબીરને લગ્ન કરવા માટે કહેતા તે ગાયબ થઈ ગયો હતો. યુવતીએ તેને ફોન કરતાં સાબીરે લગ્નનો ઈન્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી.કે રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion