શોધખોળ કરો
Advertisement
સુરતઃ લોકોની નજર સામે જ યુવકે પરેશની છરીના ઘા મારીને કેમ કરી નાંખી હત્યા? કારણ જાણીને ચોંકી જશો
નવીને પોલીસને જણાવ્યું હતું કે, તે રીક્ષા લઈને ત્રિવેણી સોસાયટીમાં ગયો ત્યારે પરેશે નવીનને રોકીને લુખ્ખા તારી અમારી સોસાયીટમાં નહીં આવવાનું તેમ કહીને તમાચા મારી દીધો હતો. આથી તેણે ઉશ્કેરાઇને તેની ચપ્પુ મારીને હત્યા કરી હતી.
સુરતઃ શહેરના વેડરોડ વિસ્તારમાં યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મિત્રે જ મિત્રને છરીના ઘા મારીને પતાવી દીધો હતો. યુવાનની હત્યાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી જઈને તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હત્યારા યુવકને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
નવીને પોલીસને જણાવ્યું હતું કે, તે રીક્ષા લઈને ત્રિવેણી સોસાયટીમાં ગયો ત્યારે પરેશે નવીનને રોકીને લુખ્ખા તારી અમારી સોસાયીટમાં નહીં આવવાનું તેમ કહીને તમાચા મારી દીધો હતો. આથી તેણે ઉશ્કેરાઇને તેની ચપ્પુ મારીને હત્યા કરી હતી.
સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ વેડરોડ ખાતે ગઈ કાલે સાંજે ધમચકડી મચી હતી. વેડરોડ વિસ્તારમાં આવેલ પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતો નવીન ઉર્ફે જાડિયો રાજેન્દ્ર સીંધવન આ જ વિસ્તારમાં ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ કોષ્ટી નામના યુવાન સાથે ઝગડો થયો હતો. પરેશે નવીનને ઠપકો આપ્યો હતો, તે વાતનું લાગી આવતા નવીન ચપ્પુ સાથે પરેશને મારવા તેની સોસાયટીમાં પહોંચી ગયો હતો.
જોકે નવીન ચપ્પુ લઇને જતા સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા અને નવીન સમજવાનો પ્રયાસ કર્યા હતો, પણ નવીન કોઈ બાબતે સમજવા ત્યાર ન હતો અને ચપ્પુ સાથે સમગ્ર વિસ્તારમાં ધમાચકડી મચાવી હતી. જોત જોતામાં નવીને પરેશને ચપ્પુ મારી દેતા પરેશ ગંભીર રીતે ઇજા થયો હતો.
સ્થાનિક લોકો પરેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે પરેશે તબીબો સારવાર કરે તે પહેલાં જ દમ તોડી નાખ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી ગઈ હતી. બીજી બાજુ ચપ્પુના ધા મારી નવીન ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પરેશના મોતના સમાચાર સમગ્ર વિસ્તારમાં ફરી વળતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement