શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ક્યા શહેરમાં આખા વિસ્તારને માસ ક્વોરેન્ટાઈન કરી 50 હજાર લોકોને ફરજિયાત પૂરી દેવાયા ઘરમાં ? લગાવાયા લાલ ઝંડા
સુરતમાં ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ. આખા રાંદેર વિસ્તારને કરાયો માસ ક્વોરેન્ટાઇન.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સુરતથી ખળભળાટ મચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ડી-માર્ટ મોલમાં કામ કરતાં એક યુવકને કોરોના પોઝિટિવ આવતાં આખા વિસ્તારે માસ કોરોન્ટાઇન કરી દેવાયો છે. આ સાથે આખા રાંદેર વિસ્તારમાં લાલ ઝંડા લગાવી દેવામાં આવ્યા છે. લાલ ઝંડા એટલે ખતરાની નિશાની છે. 50 હજારથી વધુ લોકોને માસ કોરોન્ટાઈન કરાયા છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં એક પણ વ્યક્તિ ઘર બહાર ન નીકળે તે માટે સૂચના આપવામાં આવી છે.
એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સુરત કોર્પોરેશન કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ડી-માર્ટમાં પેકેઝિંગ વિભાગમાં કામ કરતાં યુવકને કોરોના પોઝિટિવ આવતાં આ સમય દરમિયાન જેટલા લોકો શોપિંગ કરવા માટે ગયા હતા, તે તમામ 1672થી વધુ લોકોને મેસેજ કરીને હોમ ક્વોરોન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ડી-માર્ટની એક કિ.મી.ના અંતરમાં આવતાં 3 હજારથી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઇન રહેવા સૂચના આપી છે. આ સાથે આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ યુવકની સાથે એક યુવતીને ચેપ લાગ્યો હોવાની અફવા ફેલાઈ હતી. જોકે, પાલિકા તંત્ર દ્વારા એક જ યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનો ખુલાસો કર્યો છે. તેમજ અફવા ફેલાવનારા સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરના અન્ય ડિ-માર્ટ ચાલુ રહેશે. જોકે, પાંડેસરાનો આ ડી-માર્ટ બંધ રહેશે. તેમજ અન્ય દુકાનોને ચોકસાઇ રાખવાની સૂચના આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion