Ukai Dam: ઉકાઇ ડેમની જળસપાટી વધી, 4 દરવાજા ખોલીને છોડાયું 46 હજાર ક્યૂસેક પાણી
Ukai Dam News: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ સ્થિતિ વિકટ બની છે, રાજ્યની મોટા ભાગની નદીઓ, નાળા અને સરોવરોમાં પાણીની આવકમાં ભરપૂર વધારો નોંધાયો છે
Ukai Dam News: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ સ્થિતિ વિકટ બની છે, રાજ્યની મોટા ભાગની નદીઓ, નાળા અને સરોવરોમાં પાણીની આવકમાં ભરપૂર વધારો નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તાપી નદી પરનો ઉકાઇ ડેમ ઓવરફ્લો થઇ છે.
હાલમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક વધારો થઈ રહી છે. હાલ તાપી પર ઉકાઈ ડેમમાં 74 હજાર 884 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને લઈને ડેમના 4 દરવાજાને ખોલવામાં આવ્યા છે, પાણી નદીમાં છોડાઇ રહ્યું છે.
ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની જળ સપાટીમાં દિવસેને દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. ઉકાઈ ડેમમાં 74 હજાર 884 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે, અને 4 દરવાજા ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાયુ છે. ફ્લડ વિભાગ દ્વારા સુરતના દરિયા કિનારે મોટી ભરતી અને ઉકાઈમાં પાણીના આવકનું સતત મૉનિટરીંગ કરવામાં આવશે. નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને લીધે નદીકાંઠાના વિસ્તારોના લોકોની સુરક્ષા વ્યવસ્થાને જાળવવા માટે સુરત જિલ્લાના તમામ તાલુકાના મામલતદારને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી નદી પરનો ઉકાઇ ડેમ અત્યારે સંપૂર્ણ ફૂલ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઈ ડેમ આજે સંપૂર્ણ ભરાઈ ગયો હોવાની તસવીરો સામે આવી છે. ઉકાઈ ડેમ આજે આ સિઝનમાં પોતાની મહત્તમ સપાટીએ પહોંચ્યો અને સંપૂર્ણ ભરાઇ ગયો છે.
ગુજરાતના આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
હાલ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતના અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ (rain) વરસી રહ્યો છે. વરસાદને લઇને હવામાન વિભાગે (Meteorological Department) 2 જિલ્લામાં ઓરેન્જ તો પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, બે જિલ્લામાં ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના વરસાદનું ઓરેજ એલર્ટ અપાયુ છે. અહીં છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ગઈકાલે સાપુતારામાં ધોધમાર 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો વાંસદામાં આઠ, આહવામાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.60 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 78.37 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 77.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 47.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 141 પૈકી 35, દક્ષિણ ગુજરાતના 13 પૈકી સાત તો કચ્છના 20 પૈકી છ જળાશયો છલોછલ થયા છે.
દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પાંચ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી સરદાર સરોવર ડેમમાં 81 હજાર 468 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે જળસપાટી વધીને 124.26 મીટરે પહોંચી છે.
સારા વરસાદને પગલે રાજ્યના 82 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. છે જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા 57 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 જળાશયો એલર્ટ પર છે તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યો છે. ચકુડીયા, વાસણા, મેમકો, નરોડા, મણીનગરમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં માત્ર સિઝનનો અત્યાર સુધીમાં 16.19 ઈંચ વરસાદ વરસ્યોછે.