શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat: ભાજપના જ કોર્પોરેટરે મનપાના અધિકારીઓ સામે લગાવ્યા ગંભીર આરોપ

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે આકરણી કૌભાંડના આરોપ લાગ્યા છે. ખુદ ભાજપના જ કોર્પોરેટરે ફરિયાદ કરતા મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

સુરત:  સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે આકરણી કૌભાંડના આરોપ લાગ્યા છે. ખુદ ભાજપના જ કોર્પોરેટરે ફરિયાદ કરતા મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના મતે કતારગામ ઝોનમાં અનેક મોટા માથાઓના ફાર્મ હાઉસ આવેલા છે. જેમાંના ઘણા ફાર્મ હાઉસ એવા છે જેની ક્ષેત્રફળ કરતા ઓછી આકરણી કરવામાં આવી છે. આમ કરીને મહાનગરપાલિકાને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. 

કૌભાંડમાં મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સામેલ છે. ભાજપ કોર્પોરેટરે 10થી વધુ ફાર્મ હાઉસની યાદી મનપા કમિશનરને સોંપી છે અને દાવો કર્યો કે, કેટલાક ફાર્મ હાઉસમાં કાર્યક્રમો યોજાય છે તો કેટલાક ફાર્મ હાઉસ ભાડે આપી કમાણી કરવામાં આવે છે. આટ આટલુ થતું હોવા છતાં આવા ફાર્મ હાઉસના માલિકો પાસેથી ઓછો વેરો વસૂલાય છે જે અયોગ્ય છે. 

અમદાવાદના કાલુપુરમાં ભર બપોરે યુવકને છરીના ઘા ઝિંકી પતાવી દીધો

રિક્ષામાં ત્રણ શખ્સ જતા હતા ત્યારે પાછળ રિક્ષામાં આવેલા શખ્સોએ પહેલા રિક્ષા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેથી રિક્ષામાં બેઠેલા ત્રણેય શખ્સ ભાગ્યા હતા. તેનો પીછો કરીને આરોપી સાદિક હુસેન અને લીયાકત હુસેને ભેગા મળીને તીક્ષ્ણ હથિયારો વડે પાંચકુવા પાસે જાહેરમાં સબાન અલી મોમીનને ઘા માર્યા હતા. સબાનઅલીને VS હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ફરિયાદી મોહમ્મદ ફૈઝાન અતરવાલા, મૃતકનો માસિયાઈ ભાઈ છે. ફરિયાદીના ભાઈ કાસીમહુસેનને પણ તલવારના ઘા મરાયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગમાં જમવાની બાબતમાં ટોકવા જેવી બાબતમાં મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.

સીટીએમમાં ડબલ ડેકર બ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ

સીટીએમ પાસેના ડબલ ડેકર ઓવરબ્રિજ ઉપરથી ગઈકાલે બપોરે અજાણી યુવતીએ છલાંગ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ કૂદકો માર્યો હતો.ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કેસની વિગત એવી છે કે પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ તરફ જતા ઓવરબ્રિજ ઉપર ગઈકાલે બપોરે એક યુવતીએ અગમ્ય કારણોસર ડબલ ડેકર ઓવર બ્રિજ ઉપરથી કૂદકો  મારતી હોવાની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થયું હતું. લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ બ્રિજ ઉપરથી છલાંગ મારી હતી જેથી શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.   આ બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ આવી પહોચી હતી અને સ્થળ પર સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ કલેશના કારણે મહિલાના આપઘાતના બનાવો વધી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલLimbadi Ahmedabad Highway Accident : લીંબડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 ઘાયલAhmedabad Hit And Run CCTV : અમદાવાદમાં બેફામ દોડતી કારે 2 સાયકલિસ્ટને લીધા અડફેટે, જુઓ વીડિયોKutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Embed widget