શોધખોળ કરો

સુરતથી સૌરાષ્ટ્ર જવામાં ઉઘાડી લુંટઃ 400 કિમીનું ભાડુ 1000 રૂપિયા

ગઈકાલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરતના રત્ન કલાકારોને પોતાના વતનમાં જવા દેવાની રજુઆત થઈ હતી.

સુરતઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આજથી ઓનલાઈન તેના માટે અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. આનો સીધો ફાયદો સુરતમાં રહેતા 12 લાખ રત્નકલાકારોને થશે. સુરતથી વતન જવા માંગતા લોકો માટે ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેને લઈને હવે બસ માટેનું ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. સુરત લક્ઝરી બસ એસોસિયેશને કિલો મીટર પ્રમાણે સૌરાષ્ટ્રમાં જવા માટે ભાવો જાહેર કર્યા છે. સુરથી સૌરાષ્ટ્રના લોકોને ખાનગી બસામાં જવા માટે હવે બસના સંચાલકોએ ભાવન નક્કી કરી લીધા છે. તે અનુસાર હવે 400 કિલોમીટરના પ્રવાસ માટે 1000 રૂપિયા ભાડું ચૂકવવું પડશે જ્યારે 500 કિલોમીટરના પ્રવાસ માટે 1200 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. ઉપરાંત 500 કિલોમીટરથી વધારેનું અંતર હશે તો 1500 રૂપિયા ચૂકવવા પડશે. ગઈકાલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરતના રત્ન કલાકારોને પોતાના વતનમાં જવા દેવાની રજુઆત થઈ હતી. સૌરાષ્ટ્રના લોકોને વતન મોકલવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. કમિટીના અધ્યક્ષ તરીકે મંત્રી કિશોર કાનાણી, નગરપાલિકા કમિશ્નર એમ એસ પટેલ, ડીસીપી સુરત, ડીવાયએનસી સુરત અને ડે. કલેક્ટર નો કમીટીમા સમાવેશ કરાયો છે. કન્ટનમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટમેન્ટ વિસ્તારમાં જવાની પરમીશન મળશે નહીં. વતન જવા કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન? - પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી પડશે. મંજૂરી મળ્યા પછી પરમીશન મળશે. - જેમને મંજૂરી મળી છે તે તમામ લોકોને ફરજિયાત મેડિકલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. - ચેક પોસ્ટ પર સહી સિક્કા કર્યા પછી વતન મોકલાશે - મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે. - સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. - શરદી- ઉધરસ- શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય તેમને જ વતન જવાની પરમીશન અપાશે. - વતનમાં પણ ઘરે જતાં પહેલા આરોગ્ય તપાસ થશે. - હોમ ક્વોરેન્ટાઇન કે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં ફરજિયાત 14 દિવસ રહેવું પડશે. - 45 દિવસ જે તે જગ્યાએ રહેવાનું રહેશે. આ પહેલા વતન છોડી શકશે નહીં. - કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં રહેતા ન હોય તેમને જ પરવાનગી અપાશે.

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget