Surat: સુરતની DRB કૉલેજે 106 એડમિશન કર્યા રદ્દ, બીજેપી MLAના પત્ર બાદ VNSGUનું યૂનિ. તંત્ર એક્શનમાં
Surat News: છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા એડમિશન અને મેરિટ પ્રક્રિયાને લઇને વિરોધ કરાઇ રહ્યો હતો
Surat News: છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા એડમિશન અને મેરિટ પ્રક્રિયાને લઇને વિરોધ કરાઇ રહ્યો હતો, ગઇકાલે આ અંગે ભાજપના સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, હવે આ અંગે ખુદ સુરતની DRB કૉલેજે મોટો નિર્ણય લીધો છે, અને આ એક્શન અંતર્ગત 106 એડમિશન રદ્દ કરી દેવાયા છે. આ સમગ્ર મામલો દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યૂનિવર્સિટીને લગતો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિરોધ અને વિવાદનો હવે અંત આવી રહ્યો, તેવું લાગી રહ્યું છે. વિવાદોની વચ્ચે હવે સુરતમાં DRB કૉલેજે મોટો નિર્ણય લીધો છે. વિવાદો વચ્ચે આખરે સુરતની DRB કૉલેજે એક મોટો નિર્ણય લેતા 106 એડમિશન રદ્દ કરી દીધા છે. 600 બેઠક સામે 5 હજારથી વધુને પ્રવેશ માટે એડમિશન ઓફર લેટર અપાયા હતા, હવે આ વિવાદ વકરતાં મેરિટમાં ના હોય તેવા 106 વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ કરાયા છે. પ્રવેશ પ્રક્રિયાની ઉપરવટ જઈને કૉલેજે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપ્યા હતા. VNSGUના કુલપતિએ DRB કૉલેજમાં BBAની પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરી છે. આ સમગ્ર મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ એડમિશન મુદ્દે ગેરરિતી થઇ હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. કુમાર કાનાણીની મુખ્યમંત્રીને રજૂઆત બાદ યૂનિવર્સિટી સત્તાધીશો એકશનમાં આવ્યા અને તાત્કાલિક ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવીને તપાશ શરૂ કરી દીધી હતી. તપાસ કમિટિના અહેવાલમાં પણ બેઠકો કરતા વધુ પ્રવેશ અપાયાનો ખુલાસો થયો હતો.
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો હતો મુખ્યમંત્રીને પત્ર -
થોડાક દિવસો પહેલા રાજ્યમાં એબીવીપી કાર્યકરો દ્વારા રાજ્યમાં GCASને લઇને વિરોધ પ્રદર્શન થયુ હતુ, પરીક્ષા અને મેરિટ પ્રકિયા અને પદ્ધતિને લઇને વિદ્યાર્થીઓનો વિરોધ હતો. હવે આ મામલે ખુદ સરકારના જ ધારાસભ્યએ કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓની તકલીફો અને પ્રશ્નોને લઇને અવાજ ઉઠાવ્યો છે અને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે, જે ચર્ચામાં આવ્યો છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. સાઉથ ગુજરાતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટીમાં ગેરરીતિ થઇ રહી હોવાનો આરોપ ખુદ ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ લગાવ્યા છે. સુરતના વરાછાના MLAએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખ્યો છે, જેમાં તેમને વીર નર્મદ દ.ગુજરાત યુનિ.માં ગેરરિતીનો આરોપ લગાવ્યો છે, તેમને પત્ર જણાવ્યુ છે કે, યુજીની પ્રવેશ પ્રક્રિયામાં મોટાપાયે ગેરરિતી થઇ છે. GCASથી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને હેરાગતિ થઇ રહી છે, પ્રવેશમાં કોઈ મેરિટ નથી જોવાયુ. તેમને મોટો આરોપ એ પણ લગાવ્યો છે કે, કૉલેજોએ 200ને બદલે 500ને બોલાવાયા છે, વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાયો નથી. પૉર્ટલ પ્રમાણે થઈ રહેલી કામગીરીમાં અનેક પ્રકારની તૃટીઓ સામે આવી છે. વિદ્યાર્થીઓને થતી હેરાનગતિને દુર કરવાની અપીલ કરાઇ છે. મેરિટ ના જાળવનાર સામે કાર્યવાહી કરવાની પણ કુમાર કાનાણીની માંગ છે.