શોધખોળ કરો

PMJAY: આયુષ્માન ભારત યોજનામાં નાણાકીય ગેરરીતિ આચરતી સુરતની ત્રણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર

સુરત: આયુષ્માન ભારત યોજના (PMJAY)માં ગેરરીતિની ફરિયાદો મળતી રહે છે. હવે આવી જ નાણાકીય ગેરરીતિ આચરતી સુરતની ત્રણ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત: આયુષ્માન ભારત યોજના (PMJAY)માં ગેરરીતિની ફરિયાદો મળતી રહે છે. હવે આવી જ નાણાકીય ગેરરીતિ આચરતી સુરતની ત્રણ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતની ત્રણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ અને OICL ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ કંપની લીમીટેડની ટીમ દ્વારા હોસ્પિટલોની મુલાકાતમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાઈ હતી. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હાલ પાંચ લાખ સુધીની સારવાર સંપૂર્ણપણે નિ:શુલ્ક મળવાપાત્ર છે છતાં દર્દીઓ પાસે ખુલ્લેઆમ પૈસા ઉઘરાવવામાં આવી રહ્યાં હતા.

હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ સામે આવી

આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.  09.01.2023ના રોજ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મ નંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાતા હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી.

રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી

PMJAY –MA યોજના હેઠળ પાંચ લાખ સુધીની નિયત કરેલ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે તેમ છતા નિલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતાં અકસ્માત અને ફ્રેકચર થયેલ દર્દીઓને યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા ભરી સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી હતી.  ધર્મ નંદન ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલાયદી લિફ્ટનો અભાવ હોઇ કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વપરાતી, નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ યોજનાના ધારા-ધોરણ મુજબ ન હતો તથા SAFU (સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ) અને OICL (ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ કંપની લીમીટેડ)ની વિજિલન્સ ટીમની રૂબરૂમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી હતી.

સારવાર વિષે કોઈપણ જાણકારી જ ન હતી

પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં અંતર્ગત મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા. તથા આયુષ્માન મિત્રને માત્ર ઘૂંટણના રિપ્લેસમેન્ટ અને થાપાના રિપ્લેસમેન્ટ વિષે જ માહિતી હતી અને અન્ય તમામ ઓર્થોપેડિક (હાડકાંને લગતી) સારવાર વિષે કોઈપણ જાણકારી જ ન હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget