શોધખોળ કરો
ગિરિમથક સાપુતારમાં વરસાદ પડતા સર્જાયો રમણીય નજારો, ગુજરાતમાં છેલ્લા 24 ક્યાં કેટલો પડ્યો વરસાદ? જાણો વિગત
વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જિલ્લાાં અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
ડાંગઃ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આજે વરસાદ પડ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થતાં વાતાવરણ રમણીય બની ગયું હતું. ડાંગ ઉપરાંત આજે વલસાડમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જિલ્લાાં અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
સુરતમાં પણ વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. અલથાણ વિસ્તારમાં વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો બોટાદના ગઢડામાં 89 એમ એમ, અમરેલીના ખાંભામાં 76 એમ એમ, અમરેલીના લિલિયામાં 51 એમ એમ, અમરેલીના રાજુલામાં 47 એમ એમ, ભાવનગરના પાલિતાણામાં 35 એમ એમ, વલસાડના કપરાડામાં 32 એમ એમ, ભાવનગરના જેસરમાં 29 એમ એમ, ભાવનગરના મહુવામાં 29 એમ એમ, તાપીના કુકરમંડામાં 29 એમ એમ, તાપીના નિઝરમાં 28 એમ એમ, રાજકોટના વિછીયામાં 27 એમ એમ, બનાસકાંઠાના ભાભરમાં 27 એમ એમ, છોટા ઉદેપુરના નસવાડીમાં 27 એમ એમ અને રાજકોટના ગોંડલમાં 24 એમ એમ વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દુનિયા
Advertisement