શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, પોલીસકર્મીના સંપર્કમાં આવતા લાગ્યો ચેપ
16 વર્ષીય યુવક અને 17 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નવસારીઃ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે હવે મહાનગરોની સાથે સાથે હવે નાના શહેરોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. નવસારી જિલ્લામાં આજે વધુ બે કોરોનાના કેસ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હવે તે પોલીસકર્મીના સંપર્કમાં આવેલ બે વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
16 વર્ષીય યુવક અને 17 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સાથે જ નવસારી જિલ્લામાં કુલ કોરોનાના કેસની સંખ્યા 25એ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 8 લોકોના સાજા થઈને ઘરે ગયા છે. સારી વાત એ છે કે જિલ્લામાં હજુ સુધી કોરોનાને કારણે એકપણ વ્યક્તિનું મોત થયું નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં 2620 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં કુલ 5922 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement